અકસ્માત:કાળુ ગામે બાઇકે એક્ટીવાને ટક્કર મારતાં 3 ઈજાગ્રસ્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોરસદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ

બોરસદ તાલુકાના કાળુ ગામે બાઇક અને એકટીવા ટકરાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાર વ્યકિતઓને વધતી ઓછી ઇજાઓ થઇ હતી.જે અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બોરસદ તાલુકાના કાળુ ગામના રબારીવાસમાં ચરણભાઈ રામજીભાઈ રબારી પોતાના પરિવાર સાથે રહે છે. ગુરૂવાર સાંજે છ વાગે તેઓ પોતાનનું એકટીવા પર પત્ની ગીતાબેનને બેસાડી ગામની સીમમાં માતાજીના પ્રસંગમાં જવા નિકળ્યા હતા. ત્યારે બાઈક ચાલકે પુરઝડપે આવી તેમના એકટીવાને ટક્કર મારી હતી.

જેથી આ દંપતિ નીચે પડી ગયું હતું. જેમાં ચરણભાઈને ડાબા પગે સામાન્ય ઈજા થઈ હતી જયારે તેમની પત્ની ગીતાબેનને જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બાઈક રોડપર પડતાં કાળુ ગામના મેલાભાઈ ભારતસિંહ પરમારના બાઈકને અથડાંતા તેઓ પણ નીચે પડી ગયા હતા. આ દરમ્યાન અન્ય લોકોએ આવી તેમને ઉભા કર્યા હતા તમામને નજીક દવાખાનામાં લઇ જઇને સારવાર કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...