તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામોદડીમાં બાળકનું મૃત્યુ:માતા પિતા સહિત 3નો નાર્કોટેસ્ટ કરાશે

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત 11મી ઓગસ્ટના રોજ બાળકેનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો હતો

પેટલાદ તાલુકાના રામોદડીમાં ગત 11મી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે માતા-પિતાની કુખમાં સુઈ રહેલું બાળક અચાનક ગુમ થયા બાદ, તેનો મૃતદેહ સવારમાં ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા નાર્કોટેસ્ટની મદદ લેવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે માતા-પિતા સહિત ત્રણ જણાંનો ટેસ્ટ કરાશે.

પેટલાદ તાલુકાના રામોદડી સ્થિત ટેમલી સીમ વિસ્તારમાં મહેશભાઈ તખાભાઈ સોલંકી રહે છે. તેમના લગ્ન દિપીકા સાથે થયા હતા. તેમને સંતાનમાં દસ મહિનાનો પુત્ર મહીપાલ હતો. ગત 11મી ઓગસ્ટના રોજ સાંજે તેઓ પરિવાર સાથે ગામમાં સમાજના માંડવાના પ્રસંગમાં ગયા હતા. દરમિયાન, મહેશભાઈ પત્ની અને પુત્ર સાથે મોડી રાત્રિ સુધી રોકાયા હતા. બાકીના અન્ય પરિવારજનો ઘરે આવી ગયા હતા.

રાત્રિના દંપતિ ઘરે આવ્યા બાદ પુત્ર મહીપાલને પલંગમાં વચ્ચે સુવડાવી સૂઈ ગયા હતા. બાદમાં સવારમાં તેમણે વચ્ચે સુઈ રહેલા બાળકને ન જોતાં તપાસ કરી હતી. જેમાં સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં તેનો મૃતદેહ મળ્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે પરિવારજનોની સઘન પૂછપરછ કરી હતી. પરંતુ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. અમને ખબર નથી, તમે જ શોધી લાવો જેવા પોલીસ સમક્ષના જવાબોને લઈને પોલીસ દ્વારા આખરે નાર્કોટેસ્ટ માટેની તૈયારી શરૂ કરાઈ હતી.

જેમાં પતિ મહેશ, પત્ની દિપીકા, અને મૃતકના દાદા તખાભાઈના નાર્કોટેસ્ટ કરાશે. આ માટે તેઓએ પણ મંજૂરી આપી દીધી છે. બીજી તરફ એફએસએલ દ્વારા સમગ્ર મુદૃે આગામી ટૂંક સમયમાં ટેસ્ટ માટેની તારીખ લેવામાં આવશે. એ પછી તેઓને ગાંધીનગર લઈ જઈને તેમના ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...