નિમણુંક:અમૂલ ડેરીમાં 3 સરકારી ડિરેકટરની નિમણુંક કરાઇ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ, કપડવંજ અને મહીસાગરને સ્થાન
  • આંકલાવના ગુલાબસિંહની પ્રતિનિધિ તરીકે નિમણુંક

અમૂલ ડેરી તાજેતરમાં ભાજપ કબજો જમાવ્યા બાદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ) 12 ચૂંટાયેલા ડિરેકટરો અને ત્રણ સરકાર દ્વારા નિમવામાં આવતાં પ્રતિનિધિ મળી કુલ 15 ડિરેકટરો સંખ્યાબળ ધરાવે છે.

તાજેતરમાં ભાજપે ચેરમેન -વાઇસ ચેરમેન પદ કબ્જે કર્યા બાદ આગામી અઢી વર્ષની મુદત માટે સરકાર તરફથી નિમવામાં આવતાં ત્રણ ડિરકટરોને બદલીને નવા ત્રણ સરકારી પ્રતિનિધિ મુકવામાં આવ્યાં છે. જેમાં આંકલાવમાં નજીવી સરસાઇથી હારનાર ગુલાબસિંહ પઢિયારને સરકારી પ્રતિનિધિ તરીકે નિમણુંક કરી છે.

ખેડા જિલ્લામાંથી જયેશ પટેલ, મહિસાગર જિલ્લામાંથી મહેશભાઇ સોલંકીની નિમણુંક કરાઇ છે. સરકારી પ્રતિનિધ ત્રણેય જિલ્લામાં ફાળવીને બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાતિના સમીકરણને ધ્યાને રાખીને બે ક્ષત્રિય અને એક પટેલની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...