ખાણ ખનીજ વિભાગનો સપાટો:તારાપુર હાઈવે પરથી ઓવરલોડ રેતી ભરેલા 3 ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ત્રણેય ડમ્પર માલિકોને નોટીસ પાઠવીને દંડ ભરવા જણાવાયું

આણંદ જિલ્લામાં રેતી ખનની વાત નવી નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના તળાવો, કોતર, નદીના પટ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થાય છે. આ સંદર્ભે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર વાહન ચેકીંગ કરવામાં આવે છે. જેમાં ગેરકાયદે રેતી ખનન ઉપરાંત ઓવરલોડ વાહનો પણ પકડી પાડવામાં આવે છે. આવી જ એક ડ્રાઇવમાં તારાપુર પાસે ત્રણ ડમ્પરને પકડી પાડવામાં આવ્યાં હતાં.

આણંદના ખાણ ખનીજ વિભાગ દ્વારા તારાપુર-વટામણ રોડ ઉપર રેતી ભરીને જતા ડમ્પરો અટકાવીને તલાસી લેતા ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગે GJ-12-BW-3307, GJ-13-AW-7193 અને GJ-13-AW-7509ના ચાલકો પાસે પરમીટની માંગણી કરી હતી. તેમજ તપાસ કરતા ઓવરલોડ રેતી ભરેલી જણાઈ આવી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર માલિકોને નોટીસ પાઠવીને દંડ ભરી જવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...