તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદમાં ગેરકાયદે રેતી-કપચીની હેરાફેરી કરતાં 3 ડમ્પર ડીટેઈન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ ફટકારી દંડ વસુલાતની સાથે કાર્યવાહી હાથ ધરાશે

આણંદ જીલ્લામાં ભુમાફીયાઓ રોયલ્ટી પાસ બચાવવા માટે ગેરકાયદે ઓવરલોડ રેતી ભરીને ડમ્પરોમાં હેરાફેરી થતી હોવાની ફરીયાદો ઉઠી હતી.ત્યારે આણંદ ખાણ ખનીજ વિભાગે ટીમો બનાવી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ચાલકોની પુછપરછ કરાતા રોયલ્ટી પાસ વિનાના 3 ડમ્પરો ડીટેઈન કર્યા હતા. ટુંક સમયમાં નોટિસ ફટકારી દંડ વસુલાતની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ ભુમાફીયાઓ રોયલ્ટી પાસ વિના રાત્રીના સમયે ઓવરલોડ રેતી ભરીને ઠેરઠેર હેરાફેરી કરવામાં આવતી હોવાની પ્રવૃત્તિ અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવી ગામડી અને સુંદલપુરાથી 3 જેટલા ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે વાસદ મહીસાગર નદીમાંથી રેતી-કપચીની હેરાફેરી કરવામાં આવતી હોવાનું તપાસમાં જણાઈ આવતા ડીટેઈન કરીદેવાયા હતા.તમામને નોટિસ ફટકારી દંડ વસુલાતની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આમ લાંબા સમય બાદ ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી પાસની થતી ચોરીઓ અટકાવવા માટે ઠેરઠેર ડમ્પર ચાલકોની પુછપરછ કરવામાં આવતી હોઈ ગેરકાયદેસર રીતે ડમ્પરોમાં ઓવરલોડ રેતીની હેરાફેરી કરતા ભુમાફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ખાણ ખનીજ વિભાગ દ્વારા 5 દિવસમાં 12 જેટલા ડમ્પરો ડીટેઈન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...