તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદ જિલ્લામાંથી 3 દારૂ પી ફરતા પકડાયા, પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરાઈ

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ જિલ્લાના તારાપુર, ઉમરેઠ અને અરડી ગામે દારૂ પીને છંટકા બની ફરતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. રાપુરના એએસઆઈ યોગેન્દ્રસિંહ અને સ્ટાફ બુધવાર સાંજે પોણા ચાર વાગે પેટ્રોલીંગમાં હતા ત્યારે મોટી ચોકડી પર વટામણ તરફથી રાવજીભાઈ ડાહ્યાભાઈ સોલંકી રહે. ટોલ બાઈકલઈ દારુ પીધેલી હાલતમાં આવી રહ્યા હતા. પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી. ઉમરેઠના હેકો પરેશભાઈ તથા સ્ટાફ બુધવાર રાત્રે આઠ વાગે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ શહેરની ઓડ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે મહેન્દ્ર સુરેશભાઈ ચૌહાણ રહે. ભરોડા તાબે ડુંગરીપુરા ફરતો મળી આવ્યો હતો.

ભાલેજના હેકો જગદીશભાઈ તથા સ્ટાફ બુધવાર રાત્રે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ અરડી ગામની જલુખાંટની મુવાડી પાસે પહોંચ્યા ત્યારે સામેથી ઉમેદભાઈ રેવાભાઈ ભોજાણી રહે. મહીસા તાબે ખાખરાની મુવાડી દારુ પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લોકો બેફામ દારૂ પીને ફરતા હોય છે. હાલમાં ચૂંટણીને લઈને પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરીને આવા શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો