કોરોના બેકાબુ:આણંદ જિલ્લામાં દર કલાકે 3 કોરોના પોઝિટિવ કેસ, દર 100 ટેસ્ટમાંથી 3.5 ટકા દર્દી પોઝિટિવ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 દિવસમાં 11015 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 393 સંક્રમિત દર્દી

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાના એક સપ્તાહ બાદ કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. માત્ર 6 દિવસમાં 393 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ એવું કહી શકાય કે દર કલાકે લગભગ પોણા ત્રણ કેસ નોંધાઇ રહ્યા છે. જાન્યુઆરી માસના પ્રથમ 6 દિવસમાં 11171 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ દર 100 ટેસ્ટમાંથી 3.5 ટકાનું રિઝલ્ટ પોઝિટિવ આવી રહ્યું છે જે ખૂબ ચિંતાજનક છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આણંદ સિવિલ, પેટલાદ સિવિલ અને 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરટીપીસીઆર ટેસ્ટ સાથે રેપીડ ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં બુધવારના 114 કેસ બાદ ગુરૂવારે 112 કેસ નોંધાયા હતા.ગત ડિસેમ્બર માસમાં દર 100 ટેસ્ટ 0.25 પોઝિટિવ કેસ નોંધાતા હતા. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, રાજકીય મેળાવડા અને સામાજીક અને લગ્ન પ્રસંગો ઉજવણી કરવી હાલમાં ભારે પડી રહી છે. તેમજ બજારમાં કોવિડની ગાઇડ લાઇનનું પાલન ન થતાં જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. આણંદ નગરપાલિકા દ્વારા કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે આજે વિવિધ વિસ્તારોમાં ફરી જનતાને જાગૃત કરવામાં માટે લાઉડ સ્પીકર પર સુચના આપવા ફરજ પડી હતી.

જાન્યુઆરીમાં RTPCR ટેસ્ટ સામે કેસ

તારીખટેસ્ટકેસ
1લી136239
2જી26129
3જી231729
4 થી241370
5મી2533114
6 મી2308112
અન્ય સમાચારો પણ છે...