મધ્યપ્રદેશ પાસીંગની એક કારમાં ઘઉંના કટ્ટાની આડમાં નશીલો પદાર્થ લઈ જવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી વાસદ પોલીસને મળી હતી. વધુમાં કાર વાસદ ટોલનાકા નજીક નેશનલ હાઈવે નંબર 48 પાસેથી પસાર થવાની હોવાની આ બાતમીના આધારે પોલીસે હાઈવે સ્થિત હનુમાનજી મંદિર સામે વોચ ગોઠવી હતી. દરમિયાન, કારની આગળ અમદાવાદ પાસીંગની કાર પાયલોટીંગ કરતી હતી. પોલીસે તેને રોકી હતી. એ સમયે એક શખસ અંધારાનો લાભ લઈ ખેતરમાં ફરાર થઈ ગયો હતો.
જ્યારે પોલીસે ત્રણ શખસ રીષભ ઉર્ફે ગોલુ વસંત જયસ્વાલ (રહે. રતલામ), રમેશ વીરસીંગ ભુરા (રહે.મહુડા, મધ્યપ્રદેશ) અને યામનઅલી યાકુબઅલી અલી (રહે. રતલામ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાં ઘઉંના કટ્ટાની આડમાં પ્લાસ્ટીક અને મીણીયા કોથળાની અંદર પોશડોડાનો જથ્થો હતો.
એફએસએલ અધિકારી દ્વારા ખરાઈ કરતાં પોલીસે રૂપિયા છ લાખની કિંમતનો 201 કિલોગ્રામ જથ્થો, ઘઉંના 80 કટ્ટા, બે કાર, મોબાઈલ મળી 12 લાખનો મુદૃામાલ કબજે લીધો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા ફરાર શખસ રતલામ ખાતે રહેતો સોનુ અૈયુબ હતો. જથ્થો બોરસદના કાળુ ગામે રહેતો ઈશ્વર સોમા પરમારે મંગાવ્યો હતો. પોલીસે બંને વોન્ટેડ શખસને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.