તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં કોરોનાના 3 કેસ સોજીત્રામાં શંકાસ્પદમાં 1નું મોત, MGVCL કચેરી 10 કેસ બાદ શરૂ કરાઇ

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે.તેમ છતાં તંત્ર દ્વારા સાચી હકીકત જાહેર કરાતી નથી. આણંદ જિલ્લામાં સોમવારે આણંદ,ખંભાત અને બોરસદ એક એક પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી સરકારી ચોપડે 935 કેસ નોંધાયા છે.જયારે ખાનગી હોસ્પિટલ નોંધાયેલા રીપોર્ટ ધ્યાને લેવામાં આવે તો આંકડો 1100 વટાવી ચુકયો છે. આણંદ તાલુકામાં 350થી વધુ કેસ નોંધાયા ચુકયા છે. શહેરના કેટલાંક વિસ્તારમાં પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.પરંતુ તેની નોંધ કરવામાં આવી નથી. સોજીત્રા ગામે શંકાસ્પદ કોરોમાં વધુ એક યુવકનું સોમવારે મોત નિપજયું છે.તેમ છતાં તંત્ર દ્વારા બાબતને ગંભીરથી લેવામાં આવતી નથી.તેના કારણે સોજીત્રાના નગરજનો સંક્રમણનો ભય સત્તાવી રહ્યો છે.

આણંદ તાલુકાના સંદેશર ગામે રહેતા અનિલકુમાર પંડયા(ઉ.વ 58),બોરસદ શહેરમાં શિવ પ્રિયા બંગ્લોઝના કિરીટકુમાર વિનોદભાઇ(ઉ.વ.59) અને ખંભાત તાલુકાના ઉંદેલ કસ્બા ફળીયામાં રહેતા મધુબેન પિયુષભાઇ પટેલ(ઉ.વ.50)કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.કુલ આંક 935 પહોંચ્યો છે. હાલમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.જેના કારણે શંકાસ્પદ કેસ પણ વધી ગયા છે.તેઓને કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યાં છે. સોજીત્રા શહેરમાં એમજીવીસીએલ કચેરી છેલ્લા ચાર દિવસમાં 10 શંકાસ્પદ પોઝિટીવ કેસ આવ્યા હતા.ઓફિસ બે દિવસ બંધ રાખવામાં આવી હતી.સોમવારે ઓફિસ ખોલવામાં આવી હતી.પરંતુ માસ્ક કે સેનેટાઇઝિંગ સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...