કાર્યવાહી:નાપાવાંટા ગામમાં પશુ ચોરીમાં સંડોવાયેલા 3ને દોઢ વર્ષની જેલ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 વર્ષ પહેલાં બપોરે ચોરી કરવા આવ્યા હતા

ખંભાત તાલુકાના ચીનારીઢાળમાં રહેતો મિતેષ ઉર્ફે કાળઈયો આશા રાણા, અને સાયમમાં રહેતો રાજેશ કનુ દેવીપૂજક અને વિજય મનુ દેવીપૂજક 5મી જૂન, 2012ના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ કાર લઈને બોરસદના નાપા-વાંટા ખાતે આવ્યા હતા. દરમિયાન, તેઓએ ફિરોજખાન બાપુસાહેબના ઘર પાસે બાંધેલી બકરીઓ ચોરી કરી તેને કારમાં નાંખવા પ્રયાસ કર્યો હતો. જોકે, એ સમયે આસપાસના લોકો આવી જતાં મિતેષ રાણાને પકડી પાડ્યો હતો.

જ્યારે બાકીના બે ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર બનાવ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ બોરસદની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એ. એન. પટેલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને કોર્ટે ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને દોઢ વર્ષની સાદી કેદ અને રૂપિયા બે હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ દસ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...