અનલોક 2:બિનવારસી ટેમ્પામાંથી 2.98 લાખનો વિદેશી દારૂ મળ્યો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના દંતેલી ગામ પાસેની ઘટના

પેટલાદ તાલુકાના દંતેલી ગામના પાટીયા પાસેથી બિનવારસી મળી આવેલા ટેમ્પામાંથી પોલીસને 2.98 લાખનો વિદેશી દારૂ મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ વાસદ તારાપુર હાઈવે પર પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન દંતેલી પાટીયા પાસેથી તારાપુર માર્ગ તરફ થોડે દૂર રસ્તામાં એક મીની આઈશર ટેમ્પો પડ્યો હતો. ટેમ્પો બિનવારસી હાલતમાં હતો. પોલીસને શંકા જતાં પોલીસે ટેપ્માં તપાસ કરતાં ટેમ્પોની પાછળના ભાગે શાકભાજી ભરેલું હતું. જેથી પોલીસે શાકભાજી હટાવીને નીચે તપાસ કરતા વિદેશી દારૂની 71 નંગ પેટી અને કુલ 852 બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 2.98 લાખ થાય છે. પોલીસે કુલ રૂપિયા 7.98 લાખનો મુદૃામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...