તપાસ:આણંદના 40 એકમમાંથી ફૂડ ટેસ્ટીંગ વાને ટેસ્ટ કરેલા 29 નમૂના શંકાસ્પદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પ્રથમ વખત ફૂડ ટેસ્ટીંગ વાન દ્વારા બે દિવસમાં નમૂના એકત્રિત કરીને ટેસ્ટીંગ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં નગરજનોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવતાયુકત મળી રહે તેવા હેતુથી બિન આરોગ્યપ્રદ કેરીનો રસ દૂધ, ફ્રૂટસલાડ, લસ્સી સહિત અન્ય ખાદ્યસામગ્રીમાં ભેળસેળ થતું અટકાવવા આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ ટેસ્ટીંગ વાનથી ઠેર ઠેર નમુના પરીક્ષણ માટે એકત્ર કરવામાં આવ્યા હતા.

જો કે લાંબા સમય બાદ ફૂડ વિભાગે 40 ઉપરાંત એકમોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરીને બે દિવસમાં શંકાસ્પદ 29 નમુના લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે નમુનો ભેળસેળ પુરવા થશે તો કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ નાગરીકોને અશુધ્ધ અને ભેળસેળવાળો ખાદ્યપદાર્થ ખાવો ના પડે તે માટે આણંદ જિલ્લા ફડ વિભાગને રાજય સરકાર દ્વારા ફૂડ ટેસ્ટીંગ વાન ફાળવવામાં આવી છે. જેના થકી આણંદ શહેર સહિત જિલ્લામાં વારંવાર ફરસાણની દુકાનોમાં તેલની ચકાસણી ઉપરાંત પેકીંગમાં મળતાં પીવાના પાણીના ટીડીએસની માત્રા સહિત જયુસ,શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ તપાસી સ્થળ પર જ તેનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.

જે મુજબ બે દિવસમાં ફૂડ વિભાગની ટીમો ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં શેરડી રસ કોલા,દૂધ મંડળીઓ સહિતના 40 એકમોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ નમુનામાં કેરીના રસના 5, શેરડી રસના 5, લસ્સીના 4, આઇસ્ક્રીમના, ફ્રૂટ સલાડના 4, દૂધના 9 તથા અન્ય 2 સહિત કુલ 29 નમુનાઓ લઇને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...