તસ્કરોનો તરખાટ:કોસીન્દ્રા ગામે બંધ મકાનમાંથી 2.85 લાખની મત્તાની ચોરી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર બીજા મકાનમાં સુવા ગયો હતો

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાં 38 વર્ષીય સમદભાઈ ઈદ્રીશભાઈ વોરા પોતાના પત્ની ફરીદાબેન, માતા મહેરાજબેન, બે નાના ભાઈઓ, પિતા સહિતના પરિવાર સાથે રહે છે. અને કટલરીની દુકાન ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. સમદભાઈ અને પરીવારજનોએ પોતાના એક મકાનમાંથી બે મકાન ઉપરાંત ઇન્દિરા નગરીમાં જ પાછળના ભાગે ત્રણેય ભાઈઓના નવા ત્રણ મકાન બનાવેલ છે. જ્યાં રાત્રિના પરિવારજનો સુવા જાય છે.

નાનો ભાઈ સકીલભાઈ જુના ઘરમાં અને તેની બાજુના ઘરમાં માતા-પિતા રહે છે. ગુરુવારે સકીલભાઈ પોતાની સાસરીમાં ગયેલ હોઈ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં સમદભાઈ વોરાએ પોતાની કટલરીની દુકાન બંધ કરી હતી અને નવા ઘરે પત્ની સાથે સુવા ગયા હતા. અને તેઓના માતા-પિતા બાજુના મકાનમાં સૂઈ ગયા હતા દરમ્યાન રાત્રીના કોઈ ચોર શખ્સોએ તેઓના બીજા બંધ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરની અંદર પ્રવેશ કરી તિજોરીનુ લોક તોડી નાંખી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 2.85 લાખની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...