તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 28 New Cases Of Corona Reported In Anand District, 268 Active Cases, More Than Eight Thousand Citizens Were Vaccinated Today

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા, 268 એક્ટિવ કેસ, આજે આઠ હજારથી વધું નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 173 દર્દીઓને ઓક્સિજન પર, 12 દર્દીઓ બાયપેય ઉપર અને નવ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે
  • આજે 123 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 26એ પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 258 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે, દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસ પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 268 છે. જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે. આજે જિલ્લામાં 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણનો પ્રારંભ થયો હતો. જેમાં આજે કુલ 8584 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 28 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો નવ હજાર 411 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી નવ હજાર 96ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 268 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 74ની હાલત સ્થિર છે. 173 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 12 દર્દીઓ બાયપેય ઉપર અને 09 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 103 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 06 અંજલિમાં, 11 આણંદની જનરલ હોસ્પિટલમાં, 12 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 258 દર્દીઓ સારવાર હેઠળ છે. 10 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...