ચૂંટણી:ઉમરેઠ એપીએમસીની ચૂંટણીમાં 28 ફોર્મ ભરાયા

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19મીએ ફોર્મ પરત ખેંચાશે, 27મીએ ચૂંટણી

ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવિધ કમિટીની મુદત પુરી થતી હોવાથી આગામી 27 નવેમ્બરે ચૂંટણી યોજાનાર હોવાથી 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી 19મીએ ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આણંદ જીલ્લા રજીસ્ટ્રાર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરેઠ ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગમા કુલ 21, વેપારી વિભાગમાં કુલ 5 સહિત ખરીદ વેચાણ સંઘમા કુલ 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આગામી તા.27મીએ ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સવારના 9 થી 5 કલાક સુધી ચુંટણી યોજાશે.તેમજ તા.28મીએ સવારે 9 કલાકે મત ગણતરી હાથ ધરવામા આવશે. ખેડૂત વિભાગમાં મતદાર કુલ 194, ખરીદ વેચાણમાં મતદાર કુલ 39, વેપારી વિભાગમાં કુલ 17 મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...