આણંદ શહેર સહિત જિલ્લામાં વીજધારકો જુદા જુદા નુશખા અપાનાવીને વીજચોરી કરતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે વીજચોરી અટકાવવાના ભાગરૂપે આણંદ વીજતંત્રએ દરોડા પાડીને આણંદ જિલ્લામાં ચાલુવર્ષ દરમિયાન કુલ 10,446 વીજકનેકશન તપાસવામાં આવ્યા હતા. જેમાં 2268 વીજધારકોને વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાયા હતા.આથી અધિનિયમ મુજબ 266.76 લાખ માતબર રકમનો દંડ ફટકાર્યો છે. આમ, રાજયના વીજતંત્રએ આણંદ વીજતંત્રને વીજચોરી ઝડપી પાડવા માટે 254 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે વીજતંત્રએ 266.76 લાખ દંડ વસુલીને રાજયમાં 105.02 ટકા કામગીરી કરીને અગ્રેસર રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નોર્થ રૂરલ ડિવીઝનમાં 14 લાખના ટાર્ગેટ આપવામાં આવ્યું હતું. જેમાં 742 વીજ મીટરો ચેક કરીને 126 વીજચોરને ઝડપી પાડયા હતા.મોગરી રૂરલ 677 ચેક કરીને 194 વીજ ચોર કરતાં ઝડપાયા હતા. ઉમરેઠ રૂરલ 559 વીજમીટરો ચેક કરીને 145 વીજચોર ઝડપાયા, ભાલેજ રૂરલ 676 વીજમીટર ચેક કરીને 121 વીજધારકોને ચોરી કરતાં ઝડપી પાડયા હતા.
આમ આણંદ જિલ્લામાં પેટલાદ રૂરલ, બોરસદ રૂરલ,આંકલાવ સહિત આસોદર રૂરલ, વાસદ વિદ્યાનગર અને આણંદ કુલ 10446 વીજમીટરો તપાસવામાં આવ્યા હતા.જેમાં લંગર નાંખી,ડાયરેકટ વીજચોરી સહિતના જુદા જુદા નુશખા અપનાવતાં 2268 વીજચોરને ઝડપી પાડયા હતા. આમ રાજયના વીજતંત્રએ આણંદ વીજતંત્રને આપેલા 254 લાખના ટાર્ગેટની સામે 266.76 લાખની વીજ ચોરી ઝડપી પાડીને 105.02 ટકાની કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.