તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં 26 પોઝિટિવ કેસ ,કોરોનાનો કુલ આંક 9437

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 118 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા : એકટીવ કેસ માત્ર 176

આણંદ જિલ્લામાં સતત છેલ્લા સાત દિવસ કોરોના કેસ 30 ઓછો નોંધાયા છે. રવિવારે માત્ર 26 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ તાલુકામાં 16, પેટલાદ 6, તારાપુર 2, ખંભાત 2 પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે એકટીવ દર્દીઓની સંખ્યા 176 પહોંચી છે. હોમ આઇસોલેશનમાં માત્ર 9 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. રવિવારે કોરોનામાં 2 બાળકો ઝપેટ આવ્યા છે. છેલ્લા ત્રણ માસમાં 49 બાળકો કોરોના ઝપેટમાં આવ્યા છે. જે ચિંતાનો વિષય બની ગયો છે.

આણંદ જિલ્લામાં સતત રેકવરી રેટ વધી રહ્યો છે. જેથી હોસ્પિટલો બેડ ખાલી થઇ રહ્યાં છે. હાલ આણંદ જિલ્લાની હોસ્પિટલો માત્ર 15 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે. આણંદ જિલ્લામાં કેસ ઘટી રહ્યાં છે. તેમ છતાં સાવચેતી રાખવા જણાવ્યું ડોકટરો જણાવ્યું છે. સાવચેતી નહી રાખો તો પુનઃ કેસ વધશે.

બીજા દિવસે પણ 18 ઉપરના 90 ટકા રસીકરણ થયું
આણંદ જિલ્લાના 30 કેન્દ્રો પર 18 થી 44 વર્ષના લોકોને બીજા દિવસે રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં 6000 ડોઝ આવ્યા હતા. જેમાં 5789 લોકોને રસી આપવામાં આવી હતી.જયારે અન્ય કેન્દ્ર 45 થી ઉપરના લોકોને રસીનો પ્રથમ અને બીજા ડોઝ આપવાની કામગીરી ચાલુ હતી. દિવસ દરમિયાન કુલ 8184 લોકોને રસી મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...