તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રીજા દિવસે 26 લોકોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં ખાસ કરીને અપક્ષ અને એનસીપીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આણંદ જિલ્લાની 7 નગરપાલિકાની 212 બેઠકો માટે બુધવારે 17 ઉમેદવારી પત્રો ભર્યા છે.જેમાં 14 ઉમેદવારી પત્રો ઓફ લાઇન ભર્યા છે.જયારે જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે 3 ઉમેવદારી પત્રો અને તાલુકા પંચાયતની 196 બેઠકો માટે 9 ઉમેદવારી પત્રો ભર્યા છે.
આણંદ નગરપાલિગામાં વોર્ડ નંબર 11માં નટુભાઇ શનાભાઇ પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ઉમરેઠ અને બોરસદ નગરપાલિકામાં 5, અને સોજીત્રા નગરપાલિકા 3 ઉમેદવારી પત્રો ભર્યા છે. જયારે જિલ્લા પંચાયતમાં 3 અને તાલુકા પંચાયતમાં તારાપુરમાં 1,ઉમરેઠમાં 2,બોરસદમાં 3, અને આણંદમાં 3 ઉમેદવારી પત્રો ભર્યા છે. આણંદ તાલુકા પંચાયતની 34 બેઠકોમાંથી અેનસીપીઅે ચિખોદરા 1 અને 2 તેમજ રાસનોલ -22 બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.
એનસીપી દ્વારા ઉમરેઠ નગરપાલિકામાં ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવનાર છે. ભાજપ-કોંગ્રેસની યાદી જાહેર થતાની સાથે અંતિમ ત્રણ દિવસ દરમિયાન સૌથી વધુ ઉમેદવારી પત્રો ભરાશે. ભાજપના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે યાદી તૈયાર થઇ છે. આખરી મોહર બાકી છે.મોડીસાંજ સુધી પ્રસિધ્ધ કરવામાં આવશે. જયારે કોંગ્રેસ દ્વારા યાદી ગુરૂવારે જાહેર કરાય તેવી સંભાવના છે
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.