તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:આણંદમાં ફટાકડા વિતરણ માટે 26ને પરવાના પણ રસ્તા પર ઠેર-ઠેર હાટડીઓ, ગેરકાયદે વેચાણ છતાં તંત્રનું મૌન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીની પુર્વ સંધ્યાએ બજારમાં ઘરાકી નીકળતાં ભીડ જામી

દિવાળીની પુર્વ સંધ્યાએ આણંદ નગરના રાજમાર્ગો પર કિડિયારૂ ઉભરાયુ હતું. દિવાળીની ખરીદી કરવા લોકો ઉમટી પડતાં કોરોના ભુલાયો હોવાનો અહેસાસ થતો હતો. જયારે સૌથી આશ્ચર્ય જનક વાત એ છે કે, ફટાકડા માટે રાજય સરકારના નિયમો બાદ વર્તમાન વર્ષે ફટાકડા વેચાણ માટે તંત્ર દ્વારા માત્ર 26ને પરવાના આપવામાં આવ્યા છે પરંતુ માર્ગો પર ઠેર ઠેર દારૂ ખાના વેચવા વાળાની હાટડીઓ નજરે પડી રહી છે. ફાયર સેફટીનો અભાવ હોવાનથી હાટડીઓ અને લારીઓ જીવતા બોમ્બ સમાન સાબિત થાય તેમ છે. છેલ્લા દિવસોમાં ખરીદી માટે 40 હજાર વધુ લોકો ઉમટી પડયા હોવાથી માર્ગો ખીચો ખીચ ભરેલા જોવા મળે છે. ત્યારે પ્રશ્ન એ છે કે તંત્ર પાસેથી માત્ર 26 લોકોએ દારૂખાનાના વેચાણના હંગામી પરવાના લીધી છે. ત્યારે હાટડી કે લારીઓ વાળા સામ ેકાર્યવાહી કેમ થતી નથી ?

દિવાળીના આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે દારૂખાના હાટડીઓ અને લારીઓથી બજારો ધમધમી રહ્યાં છે. આણંદ શહેરના સ્ટેશન રોડ,જૂના બસ સ્ટેશન,ટુંકી ગલી અને ગામડીવડ પાસે જયાં નજર કરો ત્યાં દારૂખનાનું વેચાણ કરતી હાટડીઓ અને લારીઓ જોવા મળી રહી છે. બીજી બાજુ આણંદ શહેરમાં દિવાળીની પુર્વ સંધ્યાએ માર્ગો અને દૂકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડતાં વેપારીઓમાં પણ હાશકારો થયો હતો. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હોવાથી દિવાળી બાદ કેસમાં વધારો થવાની શક્યતા છે.

પ્રાંત ઓફિસમાંથી પરમીશન આપવામાં આવે છે
પ્રાંત ઓફિસ થી દારૂખાનાની પરમીશન અપાય છે.જેવા ફાયરવિભાગ દ્વારા ફાયરએકસીબિઝન,રેતી ટોલ અને આગ બુઝવા માટે સાધનો પુરતા પ્રમાણ છે કે નહી ંતે ચકાસીને અભિપ્રાય આપવાનો છે. આ વખતે 30 વેપારીનો અભિપ્રાય આપ્યો છે. - ધર્મેશભાઇ ગોર, અધિકારી ફાયરવિભાગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો