અચોક્કસ મુદ્દતની લડત:આણંદ જિલ્લાના 252 તલાટીની હડતાળ રોજ 11 હજારથી વધુ અરજદારો અટવાશે

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 351 ગામોનો વહીવટ ખોરંભે, પડતર પ્રશ્નો મામલે વિરોધ
  • આવક, જન્મ-મરણ સહિતના દાખલા માટે મુશ્કેલી : સરકારી કાર્યક્રમોને પણ બ્રેક

તલાટી કમ મંત્રીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સમગ્ર ગુજરાત રાજ્ય સાથે આણંદ જિલ્લાના 351 જેટલા ગામોના 252 જેટલાં તલાટી પણ મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં ગ્રામ્ય વિસ્તારના કામો સાથે આવક સહિતના દાખલા માટે આવતા રોજના 11 હજાર અરજદારો અટવાશે. સરકારના હર ઘર તિરંગા, આઝાદી કા અમૃત મહોત્સવ અને ગ્રામસભાઓ ચાલી રહી છે ત્યારેતલાટી મંત્રીઓ હડતાલ પર જતા સરકારી કાર્યક્રમો ઉત્સવની કામગીરી પણ ખોરંભે ચડી જવાની ભીતી સેવાઇ રહી છે.

આણંદ જિલ્લાના તલાટીઓ મંગળવાર સવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. પોતાના પડતર પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર કચેરી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.તેમજ સરકારી તંત્રના વોટસઅપ સહિતના ગ્રૂપમાંથી નીકળી જઇને વિરોધ નોંધાવ્યો હતો. તલાટીઅો આજથી જુદા જુદા કાર્યક્રમો આપીને વિરોધ નોંધાવશે. જેને પગલે આઝાદીકા અમૃત મહોત્સવ, ગ્રામસભાઓ સહિતના સરકારી કાર્યક્રમો સાથે આવક સહિતના દાખલાની કામગીરી અટવાશે. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી કરવા માટે તલાટીઓ તૈયારી દર્શાવી છે.

બીમારી સહિતના કારણોમાં વ્યવસ્થા કરાશે
આણંદ જિલ્લાના 351 ગામના 240 તલાટીઓ એકી સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેથી જિલ્લામાં દૈનિક 11 હજારથી વધુ અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મોટા ગામો દૈનિક 80 વધુ લોકો પંચાયતમાં દાખલા સહિતના કામો માટે આવે છે.

જેમાંથી મા કાર્ડ માટેઆવકા દાખલા માટે10, 7/12ની નકલ માટે 15, તો વળી પેઢીનામું, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા સહિતની કામગીરી માટે આવતાં હોય છે. દૈનિક 11 હજારથી વધુ લોકોના કામો અટવાઇ જશે. જો કે બિમારી માટે અન્ય કોઇ કારણસર દાખલની જરૂર પડશે તો કાઢવાની વ્યવસ્થા કરાશે. > ભરતસિંહ ગોહેલ, જિલ્લા તલાટી કમ મંત્રી એસો., પ્રમુખ, આણંદ

અન્ય સમાચારો પણ છે...