સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ચરોતરમાં 526 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 2500 વધુ EVMની જરૂરિયાત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઇવીએમ મશીન નહીં પણ બેલેટ પેપર ઉમેદવારનું ભાવિ નક્કી કરશે
  • પંચાયતોની ચૂંટણીમાં વોર્ડ દીઢ ત્રણ ઉમેદવારો, 526 ગ્રામ પંચયાતોમાં સરેરાશ 4000 ઉમેદવારો મેદાનમાં હોય તેઓને ઇવીએમ સેટ કરવા પણ મુશ્કેલ

આણંદ - ખેડા જિલ્લામાં આગામી ડિસેમ્બર માસમાં 526 ગ્રામ પંચાયતોની મુદત પર્ણ થતાં સામાન્ય ચૂંટણી યોજનાર છે. સાથે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ઇવીએમ થી કરવી કે બેલેટ પેપર થી તે પ્રશ્ન મુંઝવી રહ્યો હતો. ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં ઓછી બેઠકો હોવાથી ઇવીએમ મશીન મળી રહે છે. પરંતુ સામાન્ય ચૂંટણી માટે ગામ દીઠ ત્રણથી ચાર ઇવીએમ મુકવામાં આવે તો સરેરાશ 2500થી વધુ ઇવીએમ મશીન જોઇએ. સમગ્ર રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવાથી મોટા પ્રમાણમાં ઇવીએમ મશીન લાવવા કયાંથી તે પ્રશ્ન હોવાથી આ વખતે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવા માટેની વિચારણ ચાલી રહી છે.

ચૂંટણી શાખા દ્વારા આણંદ -ખેડા જિલ્લાની 526 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી એટલે 526 સરપંચની બેઠક તેમજ ગામદીઠ 6 થી 10 વોર્ડ સુધી સંખ્યા હોય છે. જેમાં એક વોર્ડમાં 1 બેઠક પર ત્રણથી ચાર ઉમેદવાર મેદાનમાં ઉતરે તો દરેક ગામ દીઠ ઇવીએમ મશીનની અંદર ડેટા ફીટ કરવાની કામગીરી અઘરી બને. કેમ કે, સરપંચના ઉમેદવાર અને વોર્ડના ઉમેદવારોનું લીસ્ટ લાંબુ થાય તો મુશ્કેલી પડે તેમ છે આ તમામ બાબતોને ધ્યાને લઇને હાલ ચૂંટણી પંચ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવા માટે વિચારણા ચાલી રહી છે. જેને લઇને રાજકીય પક્ષોમાં અનેક તર્કવિર્તક થઇ રહ્યાં છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઇવીએમ મશીન વધુ જોઇએ જે હાલના સંજોગોમાં લાવવા મુશ્કેલ
આણંદ -ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજયના 40 ટકા ઉપરાંત ગામોમાં ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થાય છે. ત્યારે એક સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારા છે. દરેક ગામ દીઠ ઓછમાં ઓછા 8 થી 10 ઇવીએમ મશીન જોઇએ, તે કયાંથી લાવવા તે પ્રશ્ન હોય તેથી ઇવીએમથી ચૂંટણી યોજવી મુશ્કેલ છે. જેથી રાજય ચૂંટણી પંચ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું વિચારી રહ્યું છે. > દ્રુવલ ભટ્ટ, નાયબ મામલતદાર ચૂંટણી શાખા આણંદ

બેલેટ પેપરથી મતદાન થાય તો ખર્ચ સમય વેડફાશે
ગ્રામ પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તો ખર્ચ વધી જશે. કારણે કે દરેક ગામની બેલેટ પેપર બુક છપાવાની અને અન્ય સાહિત્ય તેમજ બેલેટ પેપર માટે પુનઃ મતદાન પેટીઓ બનાવવી પડે. મતપેટીઓ મુકવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે. ઇવીએમમાં ચાર કલાકમાં મતગણતરી થઈ જાય જ્યારે બેલેટ પેપરમાં એક તાલુકાની ગ્રામ પંચાયતોની ગણતરી માટે બે થી ત્રણ દિવસ લાગશે. તે માટે સ્ટાફ વધુ જોઇએ. આમ સરકારી કર્મચારીઓ ત્રણ દિવસ સુધી રોકાયેલા રહેશે.તેમજ ઉમેદવારો અને ટેકદારોએ પરિણામ માટે વધુ રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...