શિક્ષકોના અભાવે શિક્ષણની ગુણવતા દિન પ્રતિદિન કથળી રહી છે. ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવતાં હોવા છતાં 1067 સરકારી 250 જેટલા ઘટ છે. ટુંકસમયમાં નવી ભરતી કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે સર્વશિક્ષણ અભિયાન હેઠળ બાળકોનો 100 ટકા સાક્ષરતા દર વધારવાના દાવા પોકળ સાબિત થયા છે.
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની 1067 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ધો 1 થી8 ના વર્ગ ચલાવવામાં આવી રહ્યાં છે. જો કે સામાન્ય સભામાં બાળકોને 100 ટકા શિક્ષણ મળે તે માટે કરોડો રૂપિયા શિક્ષણ કર વસુલાત બજેટ પાસ કરવામાં આવે છે. છતાં પણ શાળાઓમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણથી વંચિત રહે છે.
કેટલીક શાળામાં 7 વર્ગ હોવા છતાં માત્ર 4 શિક્ષકો હોય છે. જેથી એક વર્ગમાં બે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે.જેના કારણે શિક્ષક પુરતુ ધ્યાન આપી શકતાં નથી. હાલમાં સામજીક વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કાચો રહે છે. જેથી તેઓને આગળ જતાં અભ્યાસ છોડી દેવાનો વખત આવે છે. આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નિવૃત થયા હોવાથી જગ્યાઓ ખાલી પડે છે.
તાલુકા દિઠ શિક્ષકોની ઘટ | |
તાલુકો | ઘટ |
આણંદ | 42 |
બોરસદ | 68 |
આંકલાવ | 32 |
પેટલાદ | 40 |
ઉમરેઠ | 30 |
તારાપુર | 20 |
સોજીત્રા | 18 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.