તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:આણંદમાં 250 કંપનીઓએ 9.50 કરોડનું બોનસ ચુકવ્યું, 7000થી વધુ કર્મચારીઓને બોનસ મળતાં દિવાળી સુધરી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ સહિત જિલ્લામાં નાનીમોટી 1100 વધુ કંપનીઓ આવેલી છે.દિવાળી પર દરવર્ષે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને દિવાળી બોનસ મોટાપ્રમાણ ચુકવતા હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે મોટાભાગની કંપનીઓને ભારે આર્થિક ફટકો પડયો છે. કર્મચારીઓન પગાર કેવી રીતે ચુકવવો તે પ્રશ્ન થઇ પડયો છે.તેવા સંજોગોમાં આણંદ જિલ્લાની 250થી વધુ કંપનીઓને 7000 વધુ કર્મચારીઓને 9.50 કરોડોનું બોનસ ચુકવાતાં કર્મચારીઓને દિવાળી સુધરી ગઇ છે.

આણંદ જિલ્લામાં ઔધોગિક એકમો મોટા પ્રમાણ આવેલા છે. જેમાં મોટીસંખ્યામાં પરપ્રાંતિય અને સ્થાનિક કર્મચારીઓ નોકરી કરે છે. કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવતાં તમામ કંપનીઓ બે માસ સુધી બંધ રહી હતી.તેના કારણે મોટુ નુકશાન થયું છે. આ અંગે લેબર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના કપરાં કાળમાં પણ આણંદ જિલ્લાની 250 કંપનીઓએ કર્મચારીઓ તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે દિવાળી બોનસ 7 હજારથી વધુ કર્મચારીઓેને 9.50 કરોડોનું ચુકવ્યું આપ્યું છે.જયારે કેટલીક કંપનીઓ 31મી ડિસેમ્બર સુધીમાં બોનસ ચુકવે છે. જેથી આગામી દિવસેે બોનસ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો