• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 25 Youths Were Enjoying Alcohol By Renting A Farm House, Suddenly The Police Barged In And Jailed All Of Them, Confiscating The Liquor Bottles.

બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલ:ફાર્મ હાઉસ ભાડે રાખી 25 યંગસ્ટર્સ દારૂની મજા માણી રહ્યા હતા, અચાનક પોલીસ ઘૂસીને તમામને જેલ ભેગા કર્યા, દારૂની બોટલો જપ્ત કરી

આણંદ19 દિવસ પહેલા

ગુજરાતના યુવાનોમાં દારૂનું વ્યસન જોર પકડી રહ્યું છે. નશો કરતા સહેજે ન શરમાતા યુવક યુવતીઓને કાયદાનો પણ ડર રહ્યો નથી. વડોદરા જિલ્લાની સરહદને અડીને આવેલા આંકલાવનાં ફાર્મ હાઉસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે બદનામ થઈ રહ્યાં છે. આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વિલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 25 નબીરાને પકડી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી કરતાં વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઇલ, કાર, ટુ વ્હીલર સહિત કુલ રૂ.11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ
આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે, નવાખલ ગામે આવેલા મુર્ગેશ શાહના ગ્રીનટોન વિલા ફાર્મ બંગલા નં.2માં કેટલાંક યુવક - યુવતીઓએ ભેગાં થઇ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં ઇંગ્લિશ દારૂની છોળો ઊડી રહી છે. આ બાતમી આધારે આંકલાવ પોલીસે પંચોને સાથે રાખી રવિવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી નવાખલ ગામે પહોંચી હતી. બાદમાં થોડે દૂર વાહનો થોભાવી ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. જોકે, ફાર્મ હાઉસનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો, અંદર પહોંચેલી પોલીસ બાદમાં બંગલા નં.2 સુધી પહોંચી હતી.

મુખ્ય હોલમાં ચાલી રહી હતી પાર્ટી
મહત્ત્વનું છે કે, આ મકાનમાં જોતાં યુવક-યુવતીઓ જોર જોરથી ગીત વગાડી ડિસ્કો કરતાં હતાં. જોકે, પોલીસે અંદર પહોંચી મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવી તમામને કોર્ડન કરી લીધાં હતાં. સમગ્ર ફાર્મ હાઉસમાં કુલ 15 યુવક અને 10 યુવતીઓ હતી. આ ઉપરાંત મુખ્ય હોલમાં પાર્ટી ચાલી રહી હતી. આ હોલમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આમ, પ્રાથમિક તપાસમાં જ પાંચ ખાલી બોટલ, બે અડધી ભરેલી બોટલ અને ત્રણ સીલબંધ બોટલ મળી કુલ 10 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. આ તમામ 25 યુવક-યુવતી દારૂની મહેફિલ માણતાં હોવાનું ખૂલતાં તમામ સામે ગુનો નોંધી અટક કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઇલ, કાર, ટુ વ્હીલર મળી કુલ રૂ.11,80,800નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રૂ.10 હજારના ભાડે લીધું હતું ફાર્મ હાઉસ
નવાખલ ગામે ગ્રીનટોન વિલા ફાર્મ ખાતે આવેલો બંગલા નં.2 મૃગેશ શાહના નામનો હોવાનું ખુલ્યું હતું. આ શખ્સે રૂ.10 હજારના ભાડા પેટે આ ફાર્મ હાઉસ આપ્યું હતું.

મહેફિલ માણતાં કોણ કોણ પકડાયું ?

  1. સાગર સુનીલ જયંતીલાલ શાહ
  2. મુકેશ રમેશ પ્રાગજી પ્રજાપતિ
  3. સોમેશ બદ્રીલાલ ઉદયલાલ તૈલી
  4. વરૂણ દિનેશ ચીમનલાલ પટેલ
  5. ક્ષીતીજ શૈલેન્દ્ર નારાયણ રાય
  6. ઓમ કેજલ મહેશ પટેલ
  7. આકાશ વિક્રમ લીલા ડાકી
  8. આદિત્ય ભાનુ અરવિંદ પુરોહિત
  9. દીપક રાણા જીવણ ભરવાડ
  10. અજય નટવર ચીતાભાઈ મકવાણા
  11. રોહન હિતેશ જયંતીલાલ મોચી
  12. પાર્થ કિસોર રેવાચંદ મુલાણી
  13. હર્શીત શીવપ્રસાદ ભાલેરાવ લંકે
  14. કર્તવ્ય પરેશ રાજેન્દ્રપ્રસાદ મહેતા
  15. શીવમ વિનોદ રાજેન્દ્ર રાય
  16. મૃગેશ શાહ
અન્ય સમાચારો પણ છે...