તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ ‘આપ’માં બળવો:બે સસ્પેન્ડેડ હોદ્દેદારોના સમર્થનમાં 25ના રાજીનામા

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બને તે પહેલાં તૂટી પડ્યું

ચરોતરમાં હજુ આમ આદમી પાર્ટી સ્થાયી થવા માટે ઝઝુમી રહી છે તે ટાણે જ વિરોધ અને બળવાના પગરણ મંડાયા છે. અહીયા બે વર્ષ પહેલા સંગઠનની રચના કરાઇ હતી અને પાલિકાની ચૂંટણી પહેલા તમામ તાલુકામાં પદાધિકારીઓની વરણી કરાઇ હતી પરંતુ આણંદ જિલ્લાના બે હોદ્દેદારોને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાતા તેના વિરોધમાં જિલ્લા સંગઠનના પ્રમુખ સહિત મોટાભાગના હોદ્દેદારોએ પદ પરથી રાજીનામા ધરી દીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં વિવિધ તાલુકામાં 7 બેઠક પર ‘આપે’ વિજય મેળવ્યો હતો. પરંતુ પ્રદેશ કક્ષાએ જિલ્લાના હોદ્દેદારોની અવગણના થતી હોવાના આક્ષેપ થયા હતા. બાકી હતું તો હાર્દિક (રવિ) પટેલ અને અરવિંદ ગોલ નામના બે હોદ્દેદારોને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાતા સ્થાનિક કક્ષાએ રોષ ભભૂકી ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટી આણંદ જિલ્લાના પ્રમુખ સહિત 25 હોદેદારો અને તાલુકાના કાર્યકરોએ રવિ પટેલ અને હાર્દિક ગોલના સમર્થનમાં આજે સાગમેટ રાજીનામ આપી દીધા હતા.

આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પ્રમુખ દિપાલીબેન બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રદેશ કમીટી દ્વારા આણંદ જિલ્લાના હોદેદારોની સતત અવગણના કરવામાં આવતી હતી. ઉપરાંત બે મહત્વના નેતાઓને સસ્પેન્ડ કરાતા બંનેના સમર્થનમાં જિલ્લાના 25 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...