પ્રતિબંધનો કડક અમલ:ગંજ પાસેની દુકાનમાંથી 25 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે કરાયું

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાનો 1લી જુલાઈથી 120 માઈક્રોનથી પાતળા ઝભલા ઉપર પ્રતિબંધ મુકી કડક અમલ શરૂ
  • આણંદ પાલિકાએ દુકાનદારને રૂા. 1500નો દંડ ફટકાર્યો

તા.1લી જુલાઈથી સીંગલ યુઝ પ્લાસ્ટિક તથા 120 માઈક્રોનથી પાતળા ઝબલા ઉપર પ્રતિબંધ મુકીને તેનો કડક અમલ શરૂ કર્યો છે.ત્યારે આણંદ નગર પાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધનો અમલ મોટા ઉપાડે શરૂ કરાયો હતો. પરંતુ ચેકીંગ ઝુંબેશના પ્રથમ દિવસે એક દુકાનમાંથી 25 કિલો પ્રતિબધિત પ્લાસ્ટિક કબજે કરીને રૂ.1500 દંડ ફટકાર્યો હતો.જો કે બીજી તરફ તંત્રની ઐસીતેસી કરીને શહેરના સરદાર ગંજ બજાર, મોટી શાક માર્કેટ, સુપર માર્કેટ, વહેરાઈમાતા બજાર સહિતના બજારોમાં ઠેર ઠેર પ્રતિબંધ ઝભલાનો ઉપયોગ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારે પ્લાસ્ટિકનો કાંટો, ચમચી, છરી, સ્ટ્રો,આઈસ્ક્રીમની સ્ટીક, થર્મોકોલ પ્લેટ્સ જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર 1લી જુલાઈથી પ્રતિબંધ મુક્યો છે.120 માઈક્રોનથી પાતળા ઝબલાના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લદાયો છે. આથી આણંદ પાલિકા દ્વારા તેનો અમલ કરાવવા માટે બે સભ્યોની ટીમ બનાવાઇ હતી. અને આણંદ એમ.બી પટેલ સાયન્સ કોલેજ રોડ પર બે એકમો પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના પ્રથમ દિવસે મુકેશ ટ્રેડિંગ દુકનમાં 25 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક ઝડપાયુ હતું.

આટલુ ઓછુ પ્લાસ્ટિક ઝડપાતા તપાસ ઝુંબેશ ચર્ચાનો વિષય બન્યો હતો. રૂ.1500 દંડ વસુલાત પણ કરવામા આવી હતી.આ અંગે ચેકીંગ ઝુંબેશના અધિકારી તુષારભાઈ ગઢવીએ જણાવેલ કે આવતી કાલે ઠેર ઠેર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ ખાનગી રાહે પ્રતિબંધિત ઝભલા વેચનારને પણ ઝડપી લઈને દંડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...