તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:બોરસદમાં 2.5 - આંકલાવ તાલુકામાં 1.75 ઇંચ વરસાદ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતમાં 30,પેટલાદમાં 14,ઉમરેઠમાં 8 અને સોજીત્રામાં 5 મીમી

આણંદ જિલ્લામાં ચોમાસાના સારો પ્રારંભ થયો છે. પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. તે દરમિયાન બે દિવસના વિરામ પછી રવિવારે રાત્રે જિલ્લાના અનેક તાલુકામાં પુનઃ મેઘ મહેર થઈ હતી. રવિવાર રાતથી સોમવાર બપોર સુધીમાં બોરસદ તાલુકામાં 2.5 ઈંચ અને આંકલાવ તાલુકામાં પોણા બે ઈંચ જટલો વરસાદ વરસી ગયો છે.જયારે ખંભાત સવા ઇંચ અને પેટલાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. પાંચ દિવસ બાદ પુનઃ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

જો કે આણંદ, ઉમરેઠ અને તારાપુર તાલુકમાં માત્ર સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા. સોમવાર સવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વાદળોની આવનજાવન જોવા મળી હતી. પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે બાફ મારતો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ 23.20 ટકા વરસાદ વરસી ચુકયો છે. જૂન માસમાં પ્રથમ વખત ચોથા ભાગનો વરસાદ પડયો છે. જેથી ખેડૂતોએ ખેતીકામ આરંભી દીધું છે.

આણંદ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 46.47 ટકા થયો છે. જયારે સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં 6 ટકા થયો છે. જયારે બાકીના તાલુકામાં સરેરાશ 18 ટકા વરસાદ થઇ ચુકયો છે. જો કે રવિવાર સાંજથી પુન આણંદ જિલ્લામાં વાદલો છવાયેલા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં જિલ્લામાં છુટછાવાયા વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મોડી રાત્રે આણંદ શહેરમાં હળવું ઝાપટું વરસ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...