તંત્ર એક્શનમાં:આણંદ, બોરસદ, ખંભાત પંથકના 25 મકાનોને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાને અટકાવવા માટે તંત્ર એક્શનમાં: જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરાશે

કોરોના સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટરે આણંદ શહેર સહિત બોરસદ, ખંભાતના કુલ 25 મકાનોને કન્ટેનમેન્ટ પ્રતિબંધિત એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

તેમાં આણંદના બી-7, અમૂલ ડેરી ક્વાર્ટસનું એક મકાન, યોગી પાર્ક-કરમસદનું એક મકાન, પ્રબોધમ રેસીડન્સી, સાંગોડપુરા રોડ, આણંદનું એક મકાન, બી-3, સ્ટાફ ક્વાર્ટસ, જીઆઇડીસી, વિદ્યાનગરનું એક મકાન, 37-38 સંસ્કાર, આકૃતિનગર સામે, જીટોડિયા રોડનું એક મકાન, અનુષ્ઠાન, સર્વોદય આઇસ્ક્રીમ પાછળ, આણંદનું એક મકાન,9, પ્રબોધમ એવન્યુ, એરોઝોના હોટલ પાછળ, બોરસદ ચોકડી, આણંદનું એક મકાન, નારાયણ રેસીડન્સી, સરદાર પટેલ કેમ્પસ પાછળ, બાકરોલનું એક મકાન, રર-પટેલ સોસાયટી, કરમસદનું એક મકાન, ૩૩૨, મુખીવાળુ ફળિયું, વ્હેરાખાડીનું એક મકાન, પ્રશાલ, ગુણાતીત જયોત પાપાજી માર્ગ સામે, વિદ્યાનગરનું એક મકાન, સોના ટેકરી, ઓડનું એક મકાન, દ્વારકેશ બંગલો, વ્હેરાઇ માતા પાસે, આણંદનું એક મકાન, ૫૦૫, કૈવલ ટાવર, નેકસા શો રૂમ સામે, આણંદનું એક મકાન, સાંઇધામ-ર ફલેટ નં. ૨૦૧, મોનાલીસા ટ્રાવેલની બાજુમાં, વિદ્યાનગરનું એક મકાન, બેવરલી પાર્ક, એસએએમપી, વઘાસી રોડ, આણંદનું એક મકાન, ૮, અમૂલ ડેરી કેમ્પસ, આણંદનું એક મકાન, સુભાષ પોળ, કરમસદનું એક મકાન, ૪૦૧, શ્રીજી જયોત, ડી માર્ટ પાછળ, વિદ્યાનગરનું એક મકાન, પ્રસાલ, ગુણાતીત જયોત, પાપાજી માર્ગ, વિદ્યાનગરનું એક મકાન, બોરસદ તાલુકાના ૧, વૃંદાવન સોસાયટી, વાસદ રોડ, બોરસદનું એક મકાન, બોરસદ તાલુકાના કોઠિયાવાડ ગામના ૧-૧૧૪૫, ટાંકી સામેના ફળિયાના બે મકાન અને ખંભાત તાલુકાના નગરા ગામના મંગલ જયોત વિહારના બે મકાનનો સમાવેશ થાય છે.જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...