તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સખત ચોક્કસાઇ:આણંદ પાસપોર્ટ કેન્દ્રમાં 25% અરજીઓ રદ કરાઈ

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્ટી. ન હોય તેમજ ખોટા દસ્તાવેજના કારણે રદ થઈ
  • ઓગસ્ટમાં 1000માંથી 774 અપ્લિકેશન મંજૂર

વિદેશ પ્રવાસ અને વિદેશમાં સ્થાયી થવા માટે વિશ્વભરમાં જાણીતા ચરોતરવાસીઓ પાસપોર્ટ સહિતની પ્રક્રિયામાં વધુ ચોકસાઇ રાખતા હોય છે છતાં કેટલાક કારણોસર પાસપોર્ટની અરજી રદ થવાનું પ્રમાણ પણ વધુ છે. લગભગ 20 થી 25 ટકા લોકોની પાસપોર્ટની અરજી કોઇને કોઇ કારણસર રદ થતી હોય છે.

આણંદમાં પાસપોર્ટ કઢાવવા માટે પોસ્ટ ઓફિસમાં શરૂ કરાયેલા કેન્દ્રમાં અરજીઓની સંખ્યા વધતા અગાઉ દરરોજ 25ને એપોઇન્ટમેન્ટ અપાતી હતી તે વધારી 50 કરાઇ છે. ગત ઓગસ્ટમાં 20 દિનમાં 1 હજાર એપોઈમેન્ટમાંથી 774 અરજીઓનો નિકાલ કર્યો હતો. જો કે વિવિધ કારણોસર તેમાંથી 226 અરજી રદ થઇ હતી. તેમને નવેસરથી અરજી કરવા જણાવાયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ કોરોના મહામારીના પગલે આણંદ મુખ્યપોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ કચેરી ત્રણ મહિના સુધી બંધ રહી હતી. પરંતુ કેસ ઘટતા તેને ફરીથી શરૂ કરાઇ છે.

અરજી રદ થવાના મુખ્ય કારણો
રદ થયેલી અરજીઓમાં મુ્ખ્યત્વે આ મુજબના કારણો જોવા મળ્યા હતા. જેમાં ખાસ કરીને ઓરજીનલ ડોકયુમેન્ટ સાથે નહીં લાવવા, દસ્તાવેજમાં જણાવેલ નામ, સરનામા ખોટા હોવા, અગાઉના પાસપોર્ટ ન બતાવો સહિત પાસપોર્ટ ગુમ થયો હોય તો પોલીસ ફરિયાદની લાવવામાં આવતી ન હતી. જેમની અરજીઓ નામંજૂર થઇ હોય તેઓને નવેસરથી એપોઇમેન્ટ લેવા માટેની સુચના આપવામાં આવી હતી તેમ પાસપોર્ટ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

જન્મ પ્રમાણપત્ર કે એલસી ન હોવાથી અરજી રદ થાય
ખાસ કરીને આણંદ જિલ્લામાં મોટી ઉંમરના લોકોના જન્મપ્રમાણ પત્ર ન હોવાથી તેઓને જન્મ પ્રમાણ મેળવવા માટે જરૂરી કાર્યવાહી કર્યા સિવાય પાસપોર્ટ માટે અરજી કરે છે.તેમજ શાળા છોડી દિધા બાદ એલસી લેવાનું રહી ગયું હોય તેઓ શિક્ષણના પુરાવા તરીકે એલસી રજૂ ના કરે તોતેવા લોકોની અરજી રદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...