આર્શીવાદ સમાન:આયુષ્માન કાર્ડનો 24 હજાર ધારકોએ લાભ લીધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 80 હજારથી વધુ કાર્ડધારકોના 45.07 કરોડ સરકારે ચૂકવ્યાં

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગદ્વારા આયુષ્યમાન કાર્ડ લોકોને સરળતાથી મળી શકે તે માટે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ટ ફલોરમાં અલગ રૂમ 114 નંબરની ફાળવવામાં આવી છે. જેનો લાભ મોટી સંખ્યામાં લાભાર્થીઓ લઇ રહ્યાં છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં 3,62,205 લોકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા બે માસમાં 1922 લોકોએ લીધો છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં આયુષ્યમાન કાર્ડનો લાભ મોટીસંખ્યામાં લોકો લઇ રહ્યાં છે.

અત્યાર સુધીમાં 3.62 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાંથી 23875 દર્દીઓ આયુષ્યમાન કાર્ડનો જુદી જુદી હોસ્પિટલમાં ઉપયોગ કર્યો છે. જેના થકી 90 ટકા લોકોને સમયસર સારવાર મળી જતાં નવજીવન મળ્યું છે.

આણંદ જિલ્લામાં 20થી વધુ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ સેવાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં આયુષ્માનકાર્ડ ધારકોને રૂા 45075772 સારવાર આપવામાં આવી છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે.

કાર્ડ હેઠળ કેવા પ્રકારની સેવા ઉપલબ્ધ રહેશે
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પા વધારવામાં આવ્યો છે. રૂા 5 લાખ સુધીની સારવાર મફત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...