સ્ત્રી રત્નોની પ્રગતિગાથા:અમેરિકાના કેલિફોર્નિયામાં પ્રતિભાવાન 24 ભારતીય મહિલાઓનું સન્માન કરાશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં ભારતીય સ્ત્રીઓએ ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું
  • કાર્યક્રમ ભારતીય મહિલા અને યુવતીઓને ગૌરવ અને પ્રેરકબળ પૂરું પાડનાર બની રહશે : યોગી પટેલ

વિશ્વમાં ભારતીય સ્ત્રીઓ ગણમાન્ય સ્થાન પ્રાપ્ત કરી કર્યું છે. ભારતીય સ્ત્રીઓ જ્ઞાન, સમજ, હોંશિયારી, ચોકસાઈ અને સમર્પિતતામાં વિશ્વમાં અગ્રેસર થઈ રહી છે. અમેરિકામાં આવી જ ભારતીય સ્ત્રી રત્નોને સન્માનવાનો કાર્યક્રમ આગામી 17 જુલાઈએ યોજાઈ રહ્યો છે. સ્ટેપ ટુ સ્ટેપ અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સ્ત્રીઓનો વિવિધ ક્ષેત્રે થયેલા સંઘર્ષથી સફળતા સુધીની પ્રગતિગાથા જાણવા મળશે.

કેલિફોર્નિયામાં રિવરસાઈડ ખાતે કાર્યક્રમ યોજાશે

અમેરિકામાં ભારતીય સ્ત્રીઓએ ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષોથી વિદેશમાં વસેલા ભારતીય પરિવારની મહિલાઓએ પોતાની આવડત, હોંશિયારી અને સાહસિકતાના બળે કુટુંબ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાની આવી પ્રતિભાશાળી 24 ભારતીય મહિલાઓના વિશેષ સન્માનનો કાર્યક્રમ કેલિફોર્નિયામાં રિવરસાઈડ ખાતે 17 મી જુલાઈના રોજ યોજવામાં આવનારો છે.

કાર્યક્રમને સોશિયલ મીડિયાના માધ્યમથી જનસમુદાય સુધી પહોંચાડાશે

સમગ્ર કાર્યક્રમનું આયોજન અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા કરવામાં આવનારો છે. જે કાર્યક્રમને સફળ બનાવવા સ્ટેપ ટુ સ્ટેપના શ્રીમતી વાસુ પવાર અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ ખૂબ જહેમત ઉઠાવી રહ્યાં છે. અનેક ભારતીય પરિવારનો સંપર્ક થઈ રહ્યો છે અને આ કાર્યક્રમને સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ જનસમુદાય સુધી પહોંચાડવા પણ વિશેષ આયોજનો હાથ ધર્યા છે. આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી યોગી પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં વસી રહેલા ભારતીય સમુદાય માટે આ કાર્યક્રમ ભારતીય મહિલા અને યુવતીઓને ગૌરવ અને પ્રેરકબળ પૂરું પાડનાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...