આણંદ પાલિકાએ શહેરમાં અંધારુ ઉલેચવા માટે કરોડો રૂપિયા ખર્ચે શહેરમાં એલઇડી લાઇટો બેસાડવામાં આવી છે.ત્યારે શહેરના ભાલેજ ઓવરબ્રિજથી સામરખાચોકડી સુધી સતત 24 કલાક સુધી સ્ટ્રીટલાઇટો ચાલુ રહેતી હોય છે. જેના કારણે પાલિકાબીજ બિલનું ભારણ વધે છે.તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા સુધારવાનું નામ લેતાં નથી.
આણંદ શહેરના એલઇડી લાઇટો નાંખવામાં આવી છે. પરંતુ શહેરના મોટાભાગની સોસાયટીઓ સ્ટ્રીટલાઇટો બંધ રહેતી હોવાથી અંધારા ઉલ્લેચવા પડે છે. તો બીજી બાજુ ભાલેજ ઓવરબ્રિજ થી સામરખા ચોકડી સુધી 24 કલાક સ્ટ્રીટલાઇટો ચાલુ રહે છે.તેને બંધ કરવા માટે કોઇ તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે બીજબિલનું ભારણ વધી રહ્યું છે.
જયારે ખરેખર છેવાડા વિસ્તારો સ્ટ્રીટલાઇટો બંધ રહેતી હોવાથી તસ્કરો ત્રાસ સતાવી રહ્યો છે. પાલિકા દ્વારા એલઇડીના સંચાલન કરતાં કંપનીનો કોન્ટ્રાકટ રદ કરીને હાલ જાતે દેખરેખ રાખી છે.તેમ છતાં પ્રશ્ન ઠેર નો ઠેર જોવા મળી રહ્યો છે.જેને લઇને નગરજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આણંદમાં અેલઈડી લાઈટો મુકે ચાર વર્ષ થયા છે. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ બે વર્ષ બાદ અેલઈડી લાઈટોના ધાંધીયા શરૂ થતાં કોન્ટ્રાક્ટરે હાથ ઉંચા કરી દીધા હતા. જેથી મોટા ભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.