તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પેટલાદમાં બંધ મકાનમાંથી 23 હજારની મત્તાની ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ડોગ સ્કવોડ અને FSLની મદદ લીધી

પેટલાદમાં બંધ મકાનમાંથી રૂપિયા 23 હજારની મત્તાની ચોરી થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદના સુંદલપુરા સ્થિત દિવાનવાસ પાસે સાહીલશા રફીકશા દિવાન રહે છે. તેઓ રિક્ષા ડ્રાઈવિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેમણે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનને તસ્કરોએ રવિવારે રાત્રિના સમયે નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 23 હજારની મત્તાની ચોરી કરી હતી. આ અંગેની જાણ તેમને સવારમાં થઈ હતી. જેને પગલે તેમણે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...