તરકીબ:SP યુનિ.માં યુજી અને પીજીની પરીક્ષામાં 23 કોપી કેસ નોંધાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 કાપલી લાવ્યા, 6 વિદ્યાર્થીએ હાથ-પગ પર જવાબ લખ્યા
  • તમામને ચોરી કરતાં ઝડપી ફોટા સાથેના પૂરાવા અેકત્ર કરાયા

સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતક વિભાગની પરીક્ષા ચાલી રહી છે. જેમાં બુધવાર સુધી 23 કોપી કેસ નોંધાયા હતા. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓ હાથે-પગે લખીને આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પકડાયા હતા. બુધવારે પરીક્ષામાં 21756 છાત્રો હાજર રહ્યા હતા.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર સ્નાતક કક્ષાની 10મી નવેમ્બર અને અનુસ્નાતક વિભાગની 2જી નવેમ્બરથી વિવિધ વિષયોની પરીક્ષા ચાલી રહી છે. જેમાં 17 કોપી કેસ સ્નાતક કક્ષાની પરીક્ષામાં અને 6 કોપી કેસ અનુસ્નાતક વિભાગની પરીક્ષામાં નોંધાયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 23 કોપી કેસ નોંધાયા હતા. જેમાં 12 વિદ્યાર્થીઓ અને 11 વિદ્યાર્થિનીઓ ચોરી કરતાં પકડાયા હતા. આ તમામને ચોરી કરતાં ઝડપી તેમના ફોટા સાથેના પૂરાવા પણ એકત્ર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...