• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 23 Candidates Filled Forms On 6 Seats Of Anand, Chief Minister Was Present Along With Candidates Of Khambhat, Sojitra And Anand.

ઉમેદવારી પત્ર:આણંદની 6 બેઠકો પર 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ખંભાત, સોજીત્રા અને આણંદના ઉમેદવારો સાથે મુખ્યમંત્રી હાજર રહ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ વિધાનસભા બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે તા.10 નવેમ્બર 2022થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.

ઉમેદવારી પત્રો ભરવાના આજના છઠ્ઠા દિવસે તા.15 નવેમ્બર 2022ને મંગળવારના રોજ જિલ્લાની વિધાનસભાની 7 પૈકી 6 બેઠકો ઉપર 23 ઉમેદવારોના કુલ મળી 36 ઉમેદવારી પત્રો ભરાયા હતા.આણંદ, સોજીત્રા અને ખંભાતના ઉમેદવારોના ફોર્મ ભરવા સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાતે પહોંચ્યા હતા.તેઓએ આ ઉમેદવારોની રેલી અને આણંદ સભામાં કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસની રાજનીતિ ઉપર વોટની અપીલ કરી હતી.જોકે આણંદ સભા કાર્યકરોની પાંખી હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.

આણંદ જિલ્લાના 108-ખંભાત વિધાનસભા બેઠક પર આજે કુલ 5 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે મહેશકુમાર કનૈયાલાલ રાવલ અને ભીખાભાઇ વેરીભાઇ પટેલે, આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અરૂણકુમાર કાભાભાઇ ગોહિલ અને શૈલેશભાઇ રમેશચંદ્ર પંડ્યાએ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.

બોરસદ વિધાનસભા બેઠક પર આજે 4 ઉમેદવારોએ કુલ 6 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે 2 ઉમેદવારી પત્રો, નટવરસિંહ સરદારસિંહ મહિડાએ 2 ઉમેદવારી પત્રો તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનિષભાઇ રમણભાઇ પટેલ અને જગદિશભાઇ ગોવિંદભાઇ સોલંકીએ 1-1 ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે 3 ઉમેદવારોએ કુલ 6 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમારે 4 ઉમેદવારી પત્રો, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જયંતભાઇ રમણભાઇ પટેલે 1 ઉમેદવારી પત્ર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ 1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

આણંદ વિધાનસભા બેઠક પર આજે 5 ઉમેદવારોએ કુલ 9 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે યોગેશભાઇ રવજીભાઇ પટેલે 4 ઉમેદવારી પત્રો, નિતાબેન ભરતભાઇ સોલંકીએ 1 ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાન્તિભાઇ મણીભાઇ સોઢા પરમારે 2 ઉમેદવારી પત્રો તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતભાઇ સેડલીયા અને મેહુલકુમાર વિનોદભાઇ વસાવાએ 1-1 ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

પેટલાદ વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડે ઉમેદવારી નોંધાવી હતી તેમજ સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે 5 ઉમેદવારોએ કુલ 9 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે વિપુલકુમાર વિનુભાઇ પટેલે 4 ઉમેદવારી પત્રો અને જગદીશભાઇ ભયજીભાઇ સોલંકીએ 2 ઉમેદવારી પત્રો, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ રણછોડભાઇ ઠાકોર અને જયમિનકુમાર અમૃતભાઇ પરમારે 1-1 ઉમેદવારી પત્રો તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે 1 ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.

આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારી પત્ર ભરાયું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.નોંધનીય છે કે તા.17 નવેમ્બર 2022 ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.18 નવેમ્બર 2022 ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...