તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદમાં વીજ ચેકિંગમાં ચોરી કરતાં 23 ઝડપાયાં, અઢી લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરાઇ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ એમજીવીસીએલના સુત્રોએ જણાવેલ કે વિજધારકો ધ્વારા જુદાજુદા નુશખાઓ અપનાવી વિજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.બીજી તરફ અસામાજિક તત્વો વીજચોરી કરવા સક્રિય બનતા હોઈ જેને અટકાવવાના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરતા નવ ટીમો બનાવી શુક્રવારે આણંદ શહેર,ઉમરેઠ, પેટલાદ સહિત જુદા જુદા સ્થળોએ કુલ 67 જેટલા ધર વપરાશના વિજ મીટરો ચેક કરવામાં આવ્યા હતા.જેમાં કુલ 23 વિજ ધારકો દ્વારા ડાયરેક લંગર નાંખી સહિત જુદા જુદા નુશખાઓ અપનાવી વિજ ચોરી કરતા હોવાનું રંગેહાથ ઝડપી પાડયા હતા. આથી વિજ તંત્રએ 23 જેટલા વિજચોરોને રૂ 2,55,198 દંડ ફટકારવામાં આવ્યો હતો.વધુમાં સુત્રોએ જણાવેલ કે આગામી દિવસોમાં પણ વિજચોરી અટકાવવાના ભાગરૂપે અન્ય વિસ્તારોમાં વિજીલન્સ ટીમો બનાવી જીઆઈડીસી સહિત અન્ય વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો