તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેઈથ ફાઉન્ડેશન ગુજરાતમાં રાજ્યમાં વ્યસનમુક્તિ ક્ષેત્રે પાછલા 15 વર્ષ થી કાર્યરત સંસ્થા છે.આણંદ જિલ્લાના 20 ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમોનું શાળાઓ અને ગ્રામ પંચાયતોમાં કરી તેમજ ધ્રુમપાન અને વ્યસનથી થતાં નુકશાન અંગે પોસ્ટર ગામમાં લગાવીને અને શાળાઓ પાસે ચાલતાં પાના ગલ્લાવાળાને સરપંચને સાથે રાખીને હટાવ્યા હતા. 15મી ફેબ્રુઆરી, 2021 “ઇન્ટરનેશનલ ચાઇલ્ડહૂડ કેન્સર ડે” નિમિતે ફેઈથ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લામાંથી 20 ગ્રામ પંચાયતને “સ્મોક ફ્રી ગ્રામપંચાયત” અને “ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન”(ToFEI) જાહેર કરવામાં આવ્યા છે આ ગામમાં COTPA (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ) 2003 અધિનિયમની કલમ 4,6(અ & બ)ના આ પ્રમાણે સાયનેજ બોર્ડ જાહેરજગ્યા અને શાળામાં લગાવવામાં આવ્યા અને ગ્રામ પંચાયત નેસરપંચ અને તલાટી દ્વારા“સ્મોક ફ્રી ગ્રામપંચાયત” જાહેર કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના 22 ગામોમાં ફેઈથ ફાઉન્ડેશનના ફિલ્ડ ઓફિસર અને તેમની ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓ અને ગ્રામ પંચાયત ખાતે વિશેષ કાર્યક્રમ યોજીને ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનો સાથે રાખીને શૈક્ષણિક સંસ્થા નજીક તમાકુ વેચાણ કરતાં દુકાનોદારને સમજાવીને વેચાણ બંધ કરાયું હતું. તેમજ શાળાઓમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેના કારણે બાળકો તમાકુના વ્યસન અંગે જાગૃતિ ફેલાવી હતી.
તેમજ 22 ગામના સરંપચોને અને તલાટી દ્વારા સ્મોક ફ્રી ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવ્યા હતા.15મી ફેબ્રુઆરી, “ઇન્ટરનેશનલ ચાઇલ્ડહૂડ કેન્સર ડે” નિમિતે શારદા હાઇસ્કૂલ, આણંદ ખાતે તમાકુ અને પરોક્ષ ધૂમ્રપાનથી થતી હાનિવિષે સ્કૂલ ના બાળકો ને ફેઈથ ફાઉન્ડેશન ના ફીલ્ડ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યૂ તેમાં સ્કૂલ ના પ્રિન્સિપાલ પ્રદીપ મકવાણા અને સુપરવાઈજર રશમિકા બેન હાજરી આપી હતી
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.