ભાસ્કર વિશેષ:આણંદ સિવિલમાં ડાયાલીસીસ સેવાનો 214 દર્દીએ લાભ લીધો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પેટલાદ સિવિલ અને 3 ખાનગી હોસ્પિટલોમાં જ આ સેવા ઉપલબ્ધ

આણંદ જિલ્લામાં કિડનીની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ ડાયાલીસીસ માટે પેટલાદ એસએસજી હોસ્પિટલ સિવાય અન્ય કોઇ સરકારી હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી આણંદ જિલ્લાની જનતાને સરકાર દ્વારા જાહેર કરાયેલ મફત ડાયાલીસીસ સેવાનો લાભ મળતો નહતો. જેના કારણે દર્દીઓને ખાનગી હૉસ્પિટલોનો આશરો લેવો પડતો હતો. ગુજરાત સરકાર દ્વારા આ બાબતને ધ્યાને લઇ આણંદ જનરલ હોસ્પિટલમાં ત્રણ માસથી ડાયાલીસીસ સેન્ટર 6 બેડ સાથે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ અંગે આણંદ ડાયાલીસીસ સેન્ટરના ઇન્ચાર્જ ટેકનિશિયન અર્પણ વાઘેલાએ જણાવ્યું હતું કે, ત્રણ માસમાં 214 દર્દીઓ લાભ લીધો છે. સિવિલ હોસ્પિટલ સ્પેશીયલ ડાયાલીસીસ પ્રોગ્રામ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 6 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે.

ડાયાલીસીસના દર્દીને સરકાર દ્વારા ભાડું અપાય છે
આણંદ સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સારવાર સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કરવામાં આવે છે. દર્દીને ચાર કલાક સુધી સારવાર હેઠળ રાખીને તેના લોહીનું શુધ્ધિકરણ કરવામાં આવે છે. તેમજ તેઓને ચા નાસ્તો આપવામાં આવે છે. સાથે સાથે ગામડામાંથી આવવા જવા માટે રૂા 300 ભાડા પેટે આપવામાં આવે છે. > નિશા ચૌધરી, ટેકનિશયન , આણંદ

ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 3000નો ખર્ચ થાય
કિડનીના દર્દી ડાયાલીસીસ કરાવવા ખાનગી હોસ્પિટલમાં જાય તો 2500 થી 3000 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેની સામે સરકારી હોસ્પિટલમાં દર્દીની મફત સારવાર કરવામાં આવે છે. જો દર્દીની હાલત ગંભીર હોય તો તેને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવે છે.> અર્પણ વાઘેલા, ડાયાલીસિસ સેન્ટર આણંદ

અન્ય સમાચારો પણ છે...