બાળકોનું વેક્સિનેશન:આણંદ જિલ્લામાં આજે 21 હજાર કિશોર – કિશોરીને રસી મુકાઇ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ આણંદ તાલુકામાં 13,264 અને ઓછું તારાપુરમાં 1,930માં રસી અપાઇ

આણંદ જિલ્લામાં કિશોરવયને અપાતી રસીમાં મંગળવારના રોજ વધુ 21,848ને રસી મુકવામાં આવી છે. જેના પગલે અત્યાર સુધીમાં કુલ જિલ્લામાં 47,054ને રસી આપવામાં આવી છે.

આણંદ જિલ્લામાં 15થી 18 વર્ષના 1,08,858 કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનો આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના કિશોરોને કોરોના સામે રસીનું કવચ પુરૂં પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશનો વાલીઓ અને છાત્રો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારીએ જણાવ્યું હતું.

તા.3જીથી શરૂ થયેલા 15થી 18 વર્ષના તરૂણો માટેના વેકસિન અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં 25,206 તરૂણોએ અને તા. 4થીના રોજ બપોરના 3-30 સુધીમાં 21,848 મળી કુલ 47,054 કિશોર-કિશોરીઓએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી સુરક્ષા કવચ ગ્રહણ કરી લીધું હોવાનું જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકાવાર 15થી 18 વર્ષના કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી મુકવામાં આણંદ તાલુકો પ્રથમ છે. આણંદમાં 13,264, આંકલાવમાં 4,322, બોરસદમાં 7,548, ખંભાતમાં 7,995, પેટલાદમાં 1,093, સોજિત્રામાં 6,271, તારાપુરમાં 1,930 અને ઉમરેઠમાં 4,631 કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...