• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 21 Mandals Will Join In The Dissolution Yatra In Anand City More Than 452 Yatras Will Be Held In 351 Villages Of The District.

તડામાર તૈયારી:આણંદ શહેરમાં વિસર્જન યાત્રામાં 21 મંડળો જોડાશે જિલ્લાના 351 ગામોમાં 452થી વધુ યાત્રાઓ નીકળશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ બાદ આજે શહેરમાં ગણપતિ વિસર્જનને લઈ મોટી સંખ્યામાં શોભાયાત્રાઓ નીકળશે
  • આણંદ શહેરમાં દુદાળાદેવની વિદાય માટે તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ
  • મંડળોની 1449 તળાવ, કેનાલ અને નદી કિનારે મૂર્તિઓનું વિસર્જન કરાશે
  • સંવેદનશીલ ખંભાતમાં નીકળનાર શોભાયાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આણંદ શહેર સહિત જિલ્લામાં ઘરે,મહોલ્લા,ફળિયામાં સોસાયટી કે પોળમાં પ્રસ્થાપિતકરેલી ગણેશજીની 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ શુક્રવારે અનંત ચૌદાશના રોજ ભકતો દુંદાળા દેવને વિદાય અપાશે. ગુરૂવારે અંતિમ દિવસ હોય સત્યાનારાયણની કથા,રાસ ગરબા, ભજનકિર્તન, અન્નકુટોત્સવ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આણંદ શહેરમાં નીકળનાર વિસર્જનયાત્રામાં 24 મંડળો જોડાશે. બાકીના મંડળો પોતપોતાની રીતે વિસર્જન યાત્રા કાઢશે.જયારે જિલ્લામાં351ગામોમાં 452 જેટલી વિસર્જન યાત્રા નીકળશે. જયારે 1449 ગણેશજીની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાશે. ગણેશ ભક્તો ગણેશજીની ભક્તિમા લીન બની શુક્રવારે તાલુકા મથકોએ અને ગામતળના નહેર, નદી કાંઠે ગણેશ વિસર્જન કરવામાં આવશે.

આણંદ શહેરમાં શુક્રવાર સવારે 9 વાગ્યે આઝાદ મેદાન ખાતેથી સાંસદ મિતેશ પટેલ,કલેકટર મનોજ દક્ષીણીએ તેમજ પોલીસ અધિક્ષક અજીત રાજયણ લીલી ઝંડી બતાવીને ગણેશજીની વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવશે જે શોભાયાત્રા શહેરનાં વિવિધ માર્ગો પર ફરીને બાકરોલનાં ગોયા તળાવ ખાતે પહોંચશે.

આણંદ ફાયરબ્રિગેડનો 10 સભ્યનો સ્ટાફ હાજર રહેશે
વડા મથક આણંદમાં બાકરોલ તળાવમાં શ્રીજીનુ વિસર્જન થનાર છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ પણ કરી દેવાઈ છે. પુરતી લાઈટીગની વ્યવસ્થા સહિત ફાયરબ્રિગેડ 10 સભ્યોનો સ્ટાફ હાજર રહેશે.તેમજ 20 જેટલા તરવૈયાની ટીમ તૈનાત રખાવામાં આવશે.

સોસાયટી-પોળમાં જ હોજ બનાવી વિસર્જન કરાશે
ગણેશ વિસર્જનની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. જિલ્લાના આણંદ,ઉમરેઠ,આંકલાવ,ખંભાત,પેટલાદ,સોજીત્રા,તારાપુરના તાલુકા મથકોએ અને ગામતળના નહેર, નદી કાંઠે ગણેશ ભક્તો ઉમટશે અને શ્રીજીનું વિસર્જન કરશે. તો જાગૃતિના કારણે મોટાભાગની સોસાયટી, પોળના લોકોએ પ્રસ્થાપિત કરેલ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું પોતાની સોસાયટી, પોળમાં જ હોજ બનાવી વિસર્જન કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

1057 પોલીસ અને એસઆરપીની ટુંકડી તૈનાત રખાશે
ગણેશ વિસર્જન યાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા એકશન પ્લાન ધડી કાઢયો છે, અને એક એસપી,7 ડીવાયએસપી,25 પી.આઈ,55 પી.એસ.આઈ,970 પોલીસ જવાનો,એક હજાર હોમગાર્ડ,400 ગ્રામ રક્ષક દળનાં જવાનો,એક કંપની સીઆઈએસએફ, એક કંપની એસઆરપી 35 વિડીયોગ્રાફરો અને 40 રીકવીઝીટ વાહનો તૈનાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...