તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના 21 કેસ, કુલ આંક 9487

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 9342નું રસીકરણ કરાયું

આણંદ શહેર સહિત જિલ્લામાં જૂન માસના પ્રારંભથી ઘાતક કોરોનાની બીજી લહેર સતત નબળી રહી છે. જો કે, છેલ્લા 24 કલાક વધુ 21 નવા કેસ નોધાય છે. આમ સોમવારની સરખાણમીમાં મંગળવારે 2 કેસનો સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જેને લઈને જિલ્લાનું કોરોના મીટર 9487 પર પહોચી જવા પામ્યો હતો.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર મંગળવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ 21 નવા પોઝિટીવ કેસ નોધાયા છે. જેમાં 15 પુરૂષ અને 6 સ્ત્રીઆેનો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 364614 લોકોના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં છે. જેની સામે 355127 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાંથી 9487 લોકો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...