ભાજપની NRI રણનીતિ:અમેરિકાથી 2000 ગુજરાતી પ્રચાર માટે અને એક લાખથી વધુ લોકો મતદાન માટે આવશે

આણંદ4 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ચૂંટણીમાં કોણ કોની સામે ટકરાશેના ચહેરા પણ હવે ખુલ્લા થઈ ગયા છે.રાજકીય પાર્ટીઓ ,આગેવાનો અને કાર્યકરો ચૂંટણી રણસંગ્રામ જીતવા મેદાને ચઢી ગયા છે.ચૂંટણીમાં જીતની રણનીતિમાં ઉસ્તાદ અને એક એક વોટનું મહત્વ જાણતી ભાજપની નેતાગીરીએ એનઆરઆઈ વોટ માટે પણ આયોજનબદ્ધ કવાયત હાથ ધરી છે.વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન કાર્યરત છે.આ સંગઠનના સભ્યો અને સમર્થકો દ્વારા હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત આવી રહ્યા છે.વળી આ ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોઈ અમેરિકાથી આશરે 1 લાખથી વધુ વોટર્સ ભારત મતદાન કરવા આવશે.

ગુજરાત પ્રધાનમંત્રીનું હોમ ટાઉન હોવાથી વિદેશમાં બોલબાલા
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ચૂંટણીનો માહોલ માત્ર ગુજરાત જ નથી પરંતુ દેશની સરહદો વટાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગાજી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોઈ રાષ્ટ્રીય અને રાજકીય કક્ષાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગવું મહત્વ ધરાવે છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશ વિદેશમાં ભારતનો અને ભારતની પ્રજાનો વધતો પ્રભાવ એનઆરઆઈ ભારતીયોને પણ સ્થાનિક ચૂંટણીઆ રસ દાખવતા કર્યા છે.

એક લાખથી વધુ ગુજરાતીઓ આવશે
અમેરિકાના લોસએન્જલસ અગ્રણી ઉદ્યોગકાર અને લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણીમાં તેઓ અને તેમના ગૃપના સભ્યો દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં પ્રચાર અર્થે આવવાના છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીજનોનો પ્રભાવ ખૂબ વધ્યો છે. વિદેશમાં ભારતીયજનો વ્યાપર કરવો પણ સરળ બન્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. તેમજ વ્યાપાર ઉધોગ સહિત ગ્રામ્ય કક્ષાએ પણ થયેલો વિકાસ અભૂતપૂર્વ જણાઈ રહ્યો છે. કૃષિ, પશુપાલન, ખેતી અને આરોગ્યક્ષેત્રની માળખાકીય સવલતો જનસમાન્યનું જીવનધોરણ ઊંચું લાવે છે અને નાગરિકોના હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો કરે છે. અમે 2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવવાના છીએ તેમજ એક લાખથી વધુ ગુજરાતીજનો ચૂંટણી પહેલા પોતાના વતન પહોંચી વોટ કરશે.

અન્ય સમાચારો પણ છે...