સગીરાને ન્યાય:આંકલાવમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દૂષ્કર્મ આચરનાર યુવકને 20 વર્ષની કેદ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો
  • સરકારી વકિલની દલીલો, પુરાવા, સાક્ષીઓેને ધ્યાને લઇ ન્યાયધિશે યુવકને દોષીત જાહેર કર્યો હતો

આંકલાવના ઇન્દીરા કોલોનીમાં રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી એક વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે યુવકને વીસ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો છે.

આંકલાવના ઇન્દીરા કોલોનીમાં રહેતો વિજય ઉર્ફે લોટી બળવંત સોલંકીએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી 8મી માર્ચ,21ના રોજ ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે પોલીસે તેની 22મી માર્ચ,21ના રોજ ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આ કેસમાં સરકારી વકિલ એ.કે. પંડ્યાની દલીલો, પુરાવા, સાક્ષીઓેને ધ્યાને લઇ ન્યાયધિશે દૂષ્કર્મ કેસમાં વિજય ઉર્ફે લોટી સોલંકીને દોષીત જાહેર કર્યો હતો અને સજા ફટકારી હતી. જેમાં કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેવી જ રીતે કલમ 366માં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ. દસ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ પોક્સો એક્ટ 2012ની કલમ -6 મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.20 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સજા એક સાથે ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂ. ચાર લાખનું વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...