પ્રોત્સાહન:જિલ્લામાં આરોગ્ય વર્ધક દૂધ પુરૂ પાડતી બકરીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2012ની સરખામણીમાં 2021માં 22 હજાર બકરીઓનો વધારો નોંધાયો​​​​​​​

આણંદ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય મોટા પાયે વિકસ્યો છે. શ્વેતક્રાંતિ સમા આણંદ જિલ્લામાં ગાયો ભેંસોની સંખ્યામાં એક દાયકામાં 1 લાખથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્યની રીતે દૂધમાં સૌથી શ્રેષ્ઠ દૂધ બકરીનું ગણાય છે. ખાસ કરીને કેન્સર સહિતની બિમારીઓમાં બકરીનું દૂધ ફાયદાકારક સાબિત થાય છે. આણંદ જિલ્લામાં ઓછા ખર્ચે પશુપાલન કરવા માંગતા પશુપાલકો બકરીનું પાલન કરે છે.

સરકારે પણ બકરા પાલન માટે વીસ બકરાની યોજના અમલી બનાવી હોય બકરા પાલન ને પ્રોત્સાહન મળ્યું છે તેને લઈને પણ બકરીઓની સંખ્યામાં વધારો નોંધાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. આણંદ જિલ્લામાં વર્ષ 2012ની સરખામણીમાં વર્ષ 2021માં બકરાની સંખ્યામાં ૨૨ હજારનો વધારો નોંધાયો છે. બકરા પાલન માટે સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં છે. જેથી ઓછા ખર્ચે વધુ આવક પ્રાપ્ત થતા બકરાં વ્યવસાયમાં વધારો થયો છે.

સરકારે બકરા પાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા 20 બકરાની યોજના અમલી બનાવી
જિલ્લા પશુપાલન કચેરીના ડોક્ટર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે સરકારે પણ બકરા પાલન માટે વીસ બકરાની યોજના અમલી બનાવી હોય બકરા પાલનને પ્રોત્સાહન મળ્યું છે તેને લઈને પણ બકરીઓની સંખ્યામાં વધારો નોંધાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. આણંદ જિલ્લામાં વર્ષ 2012માં થયેલ પશુ ગણતરીમાં 70 હજાર ઉપરાંતના બકરાં નોંધાયા હતાં. જ્યારે વર્ષ2021 માં બકરાંની સંખ્યા વધીને 93 હજાર થવા પામી છે.આમ નવ વર્ષમાં બકરાંની સંખ્યામાં 22 હજારનો વધારો નોંધાયો છે.

દૂધમાંથી સારી આવક મળે છે
બકરાના વ્યવસાય થકી પરિવારને દૂધ મળે છે તેમજ આવક પણ મેળવી શકાય છે. બકરીનું દૂધ આરોગ્ય માટે સારૂ હોવાથી છેલ્લા કેટલાંક સમયથી માંગ વધી છે. બકરાની સારી રીતે ઉછેર કરવામાં આવે તો દૂધ પણ મળે છે. તેમજ બકરી ઇદ કે માનતા માટે બકરાની ઉંચી કિમત મળે છે. જેથી બકરીઓનું પાલન પોષણ કરવું પણ સહેલું હોય બકરી રાખવી પોષાય છે. દૂધની આવક પણ મળે છે.> મોહનભાઇ તળપદા, સોજીત્રા

​​​​​​​

તાલુકા દીઠ બકરાની સંખ્યા
તાલુકો20122,021
આણંદ1906521,710
ઉમરેઠ1044214,208
આંકલાવ48563,634
ખંભાત734913,065
પેટલાદ957118,497
સોજીત્રા39564,784
તારાપુર26153,042

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...