શકુનિઓ ઝડપાયા:ખંભાતની ડ્રમનગરીમાંથી 20 જુગારીને ઝડપી પાડ્યાં

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે સ્થળ પરથી રૂં. 2,55,820નો મુદ્દામાલ કબજે લીધો

ખંભાતના શહેર પોલીસને બાતમી મળી હતી કે ડ્રમનગરી ચીકામલી દરવાજા પાસે રહેતા ફીરોજમીંયા મલેક નામનો શખસ પોતાના ઘરે મોટાપાયે જુગાર રમાડી રહ્યો છે. તે બાતમીના આધારે પોલીસે ફીરોજમીયાં મલેકના મકાનમાં વોરંટ સાથે રાત્રે પોણા બાર વાગે છાપો મારીને તેના ઘરેથી જુગાર રમતાં 20 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા.

​​​​​​​પોલીસે દાવપરથી રૂ.15860, અંગ જડતીમાંથી રૂ.35960 ઉપરાંત 13 નંગ મોબાઈલ કિ.રૂ.44000, બે બાઈક કિ.રૂ.60000 અને બે સીએનજી. રીક્ષા કિ.રૂ. 1 લાખ મળી કુલ રૂ.2,55,820નો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલામાં ફીરોજ મલેક, સરફરાજ શેખ, સલમાનખાન પઠાણ, સમીરહુસેન શેખ, એજાજહુસેન મલેક, મજીદમીયાં મલેક, મહમદસાબીર મલેક, જહાંગીરહુસેન શેખ, મંજુરહુસેન સૈયદ, મુજફરઅલી મીરજા, સબદરહુસેન શેખ, જીયાઉદ્દીન મલેક, ઈમરાન દીવાન, મહમદઆસીફ શેખ, જાવીદહુસેન શેખ, જાવેદ સૈયદ, મહમદઆકીબ શેખ, રફીકઉદીન મલેક, સાદીકહુસેન શેખ અને ઈમરાન શેખનો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરૂધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...