ભાસ્કર વિશેષ:ચાર વર્ષ પહેલા 1.20 કરોડમાં ખરીદેલા ડોર ટુ ડોરના 20 વાહન ઉપયોગમાં લીધા વિના ભંગારમાં ફેરવાયા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાના સેનેટરીના ધૂળ ખાતા 60થી વધુ વાહનોની હરાજી કરાશે

આણંદ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજય સરકારે ચાર વર્ષ અગાઉ ડોર ટુ ડોર કચરો કલેકશન કરવા માટે 20 કલેકશન વાન( ટેમ્પા) અંદાજે 1.20 કરોડના ઉપરાંતના આપવામાં આવ્યાં હતાં. તે અગાઉ શહેરમાંથી કચરો એકત્ર કરવા માટે સાયકલ વસાવવામાં આવી હતી. તેમજ અન્ય સાધનો ટ્રેકટર, ટેમ્પા, મશીનો છેલ્લા 20 વર્ષમાં વસાવ્યા હતા. આ તમામ સાધનો જાળવણી અને ઉપયોગમાં ન લેવાતાં ભંગારમાં ફેરવાઇ ગયાછે. જેમાં કેટલાંક સાધનો નગરપાલિકાના કમ્પાઉન્ડમાં અને કેટલાંક સાધનો સોજીત્રા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં પડયાં છે.

આ ધૂળખાતા વાહનો ભંગારમાં ફેરવાઇ જતાં પાલિકાએ હરાજી કરીને નિકાલ કરવામાં માટે પ્રક્રિયા હાથધરી છે. જે બાબતે પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.મંજૂરી મળતાં વાહનોની હરાજી કરાશે.તેમ આણંદ પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ.આણંદ પાલિકાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળેલી 20 કલેકશનવાન ચલાવવા માટે ડ્રાયવરની ભરતી કરવામાં આવી ન હોવાથી છેલ્લા ચારવર્ષથી સોજીત્રા રોડ પર આવેલાનવા ફાયર સ્ટેશનના મેદાનમાં પડી રહેતાં બિનઉપયોગી હોવાથી એન્જીન જામ થઇ ગયાછે. તેમજ બોડી ભંગારમાં ફેરવાઇ ગઇ છે. પાલિકાના બેદરકારીને કરોડાના સાધનો બિન ઉપોયગી બની ગયાછે. અન્ય વાહનો આણંદ પાલિકા ભવનમાં ઉપયોગ આવતાં નહીં હોવાનુ કહીને પાલિકા દ્વારા કમ્પાઉન્ડ હોલમાં મુકી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...