ભાસ્કર ઈનસાઈટ:2 સિંહના સમીકરણમાં કોંગ્રેસનું 6 બેઠકનું ગણિત અટવાયું

નડિયાદ,આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના ગઢ સમાન ચરોતર પંથકમાં જ કોંગ્રેસનું મોવડી મંડળ ઉમેદવારો જાહેર કરવામાં અટવાયું
  • જો છેલ્લી ઘડીઅે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાય તો કપડવંજ પરથી લડાવવાનું ગણિત અને ભરતસિંહ સોલંકી માટે ઠાસરા બેઠક રિઝર્વ રખાઇ

ચરોતરમાં ઉમેદવારી પત્ર ભરવાના બે દિવસ રહ્યાં હોવા છતાં 13 બેઠકોમાંથી 6 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી, 7 બેઠકો ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે.અત્યાર સુધી કોંગ્રેસે મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ ખેડા જિલ્લાની 4 બેઠકો અને આણંદ જિલ્લાની બે બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થયા નથી. જેની પાછળનું ગણિત અેવુ છે કે શંકરસિંહ વાઘેલા છેલ્લી ઘડીઅે કોંગ્રેસમાં જોડાય તો તેમની પરિચીત બેઠક કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડાવવી. જયારે ભરતસિંહ અા વખતે વિધાનસભા લડવા થનગની રહ્યા હોવાથી તેમના માટે ઠાસરા બેઠક રિર્ઝવ કરી દેવામાં અાવી હોવાનું મનાય છે. જો કે ભરતસિંહનો દુરાગ્રહ પેટલાદ બેઠકનો હોવાથી તેને લઇને પેટલાદ સાથે ખંભાત બેઠકના ઉમેદવારોની પસંદગી અટકી પડી છે.

કોંગ્રેસના સિનિયર કાર્યકરોના જણાવ્યાનુસાર કપડવંજ, ઠાસરા અને મહેમદાવાદ,પેટલાદ, ખંભાત બેઠકમાં કંઇ બેઠક પર આ બે નેતાઓને ઉતારવા તેને લઇને પ્રદેશ મોવડી મંડળ મુંઝવણ અનુભવી રહ્યું છે. જેના કારણે અન્ય ચાર બેઠકોના ગણિતને સીધી અસર થઇ રહી છે. આણંદની પેટલાદ બેઠક પર 5 ટર્મ જીતેલા નિરંજન પટેલ બેઠક ખાલી કરવાના મૂડમાં નથી. જેથી હવે ભરતસિંહ સોલંકીને કયાં લડાવવા તે પ્રશ્ન થઇ પડયો છે. જયારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં વાપસી કરી રહ્યા હોવાની અટકળો તેજ બની છે.

જો છેલ્લી ઘડીઅે બાપુ જોડા તો તેમનું પ્રભુત્વ કપડવંજ વિસ્તારમાંથી હોવાથી તેમને ત્યાંથી ચૂંટણી લડાવવાનું ગણિત ચાલી રહ્યું છે. ત્યારે આ બે સિનિયર નેતાઓની બેઠક જાહેર થાય તો બાકી 4 બેઠકો ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેમ છે.તેને લઇને પ્રદેશ મોવડી મંડળ દરરોજ રાત્રે બેઠક કરીને મનોમંથન કરી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસની બેઠકો જળવાઇ રહે તે માટે પેટલાદમાંથી નિરંજન પટેલ ઉતારવા કે ભરતસિંહ આપીને જોખમ ખેડવું તે પ્રશ્ન થઇ પડયો છે. ભાજપ આ બેઠક પર પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે.

આ બેઠકો પર પસંદગી બાકી
માતર
કપડવંજ
​​​​​​​ઠાસરા
​​​​​​​મહેમદાવાદ
​​​​​​​ખંભાત
​​​​​​​પેટલાદ

​​​​​​​શંકરસિંહ વાઘેલા માટે કપડવંજ બેઠક કેમ રખાઇ
રાજપામાંથી કોંગ્રેસમાં આવેલા શંકરસિંહ વાઘેલા અગાઉ કપડવંજ બેઠક પરથી જીત મેળવી ચુકયા છે. કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં સારો હોલ્ટ છે. ક્ષત્રિય, ઠાકોર અને ઓબીસીમાં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે તેમને કોંગ્રેસના ગઢ સમાન બેઠક પર તેમને ઉતારવા કોંગ્રેસ મોવડી મંડળ તેમની કોંગ્રેસમાં વાપસીની રાહ જોઇ રહ્યું છે.

ભરતસિંહ માટે ઠાસરા બેઠક કેમ પેન્ડીંગ
ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસ જીતી રહી છે. તેમાંય ગત ટર્મમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમાર ભાજપમાંથી લડતા શિકસ્ત ખમવી પડી હતી. અા બેઠક કોંગ્રેસ માટે સેફ ગણાય છે. જેથી જો ભરતસિંહ માની જાય તો તેમને અા બેઠક ફાળવી દેવાનું મોવડી મંડળનું ગણિત છે. જો કે ભરતસિંહની રેકર્ડ પટેલાદ બેઠક પર અટકી હોવાથી દ્વિધા સર્જાઇ છે.

પેટલાદ બેઠક પર ભાજપે પાટીદાર ઉમેદવારને ઉતાર્યા
​​​​​​​પેટલાદ બેઠક પર ઘણા નામો બોલાતા હતા.પરંતુ છેલ્લી ઘડી ભાજપ મોવડી મંડળ દ્વારા સ્વચ્છ છબી ઘરાવતા છેલ્લા 30 વર્ષથી કામ કરી રહેલા અને વ્યવસાે અાચાર્ય કમેલશ આર પટેલ મેદાનમાં ઉતાર્યા છે. કમલેશ પટેલ 1998માં પેટલાદ તાલુકા યુવા ભાજપમાં બે ટર્મથી પ્રમુખ પદે રહી ચુકયા છે. ભાજપના અદના કાર્યકર રહી ચુકયા છે. પેટલાદ વિધાનસભા ઇન્ચાર્જ તરીકે, આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપ્રપ્રમુખ અને પેટલાદ તાલુકા ભાજપમાં 2020 થી પ્રમુખ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...