અટકાયત:આણંદમાં ધાડ પાડવા આવી રહેલા વિરમગામ તા.ના 2 લૂંટારૂ ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પોલીસે ઘાતક હથિયારો કબજે લઇ પૂછપરછ શરૂ કરી

વાસદ પોલીસે શનિવાર રાત્રે મળેલી બાતમીના આધારે મોગરની બીટ્ટુ હોટલ નજીક હાઈવે ઉપર વોચ ગોઠવી એક સ્વીફ્ટ કારને રોકી લૂંટ કરવા જઈ રહેલા પાંચ વ્યક્તિઓને ઘાતક હથિયારો, મોબાઈલ, હેન્ડગ્લોઝ, સાથે ઝડપી પાડ્યા છે. આ લોકોને નડિયાદની બે વ્યક્તિઓએ એક મકાનમાં ધાડ પાડવા બોલાવ્યા હતા.

વાસદના પીએસઆઈ પી.કે. સોઢા તેમનો સ્ટાફ પોલીસ મથકમાં હાજર હતા આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી જેના પગલે પોલીસે તુરંત પંચો તૈયાર કરી મોગરની બીટ્ટુ હોટલ નજીક નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી આ વખતે સ્વીફ્ટ ગાડીઆવી રહી હતી. આ દરમિયાન અંદરથી ચેતનભાઈ નારાયણભાઈ પરમાર (ઉ.વ. 34 રહે. કાજીપુર વિરમગામ) અને તેનો સાગરીત મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર (ઉ.વ.23 રહે વલાણા, તા. વિરમગામ) ભાગવા લાગ્યા હતા.

પોલીસે બન્નેને ઝડપી લીધા. પોલીસે કારની પાછળ જોયું તો પાછલી સીટ ઉપર વસીમખાન ઉર્ફે ઉદુભા નગરખાન મલેક (ઉ.વ. 26), સલીમખાન ઉર્ફે ગુગો નસીબખાન મલેક ઉ.વ. 26 અને નુરમોહમ્મદ અનવરખાન ખોખર ઉ.વ. 21 (ત્રણે રહે ગેડીયા, કારેલાનો મારગ તા. દસાડા જી. સુરેન્દ્રનગર) હોવાનું ખુલ્યું હતું પોલીસે આ લોકોની હાજરીમાં કારની તલાશી લીધી ત્યારે આગળની સીટમાંથી બે ધારદાર છરા, ડીકીમાંથી લોખંડની કોશ હેન્ડગ્લોઝ પણ મળ્યા હતા.

પોલીસે આ પાંચેની પુછતાછ કરી ત્યારે વસીમખાન ઉર્ફે ઉદુભાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને ચેતનભાઈ પરમાર અને મહેન્દ્રભાઈ ઠાકોરે એક મકાનમાં ધાડ પાડવા જવાનું છે ત્યાં ઘણા રૂપિયા મળશે અને મોટું કામ છે તમારા ભાગે સારું આવશે એટલે અમે આવ્યા. પોલીસે ચેતન અને મહેન્દ્રને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે નડીયાદ શહેરમાં રહેતા સાગરભાઈ જગદીશભાઈ મીસ્ત્રી તથા કીરણભાઈ વિરાભાઈ તળપદાએ તેમને જણાવ્યું હતું કે અહીં એક મકાન છે જ્યાં ધાડ પાડવાની છે.

અન્ય સમાચારો પણ છે...