આગના 2 બનાવ:સોજિત્રામાં 12 કલાકમાં આગના 2 બનાવ ફાયરફાઇટરને કાટ ચઢી જતાં કામ ન લાગ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાની કિટલીમાં આગ ભભૂકી, ગેસનો બોટલ હોવા છતાં સ્થાનિકોએ આગ બુઝાવી

સોજિત્રા નગરપાલિકા પાસે એમજીવીસીએલની કચેરી સામે ચ્હાની કિટલી પર મોડીરાત્રે અચાનકજ આગ ભભૂકી ઉઠી હતી. પાલિકા 100 મીટર દૂર હોવા છતાં સમયસર પહોંચી શક્યુ ન હતું. કારણ કે મોટુ ફાયરફાઇટર 8 વર્ષથી કાટ ખાય છે. નાનુ ફાયર ફાઇટર ચાલુ હાલતમાં છે. પરંતુ પાલિકાના કર્મચારી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જ આવડતું નથી. તેના કારણે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને આગ બુઝાવી હતી.જયારે ગુરૂવાર બપોરે સોજિત્રા સીમાં રાજુભાઇ પટેલના તબેલામાં આગ લાગી હતી. જેથી પેટલાદથી ફાયરફાઇટર બોલાવ્યાં હતા. તેઓએ આગ બુઝાવી હતી.

અન્ય સમાચારો પણ છે...