ચૂંટણી 2022:એક જ દિવસમાં ભાજપના 2 જિલ્લા પ્રમુખે ચાર્જ લીધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સવારે નિરવ અમીનને હારતોરા કરાયા
  • સાંજે મયુર​​​​​​​ સુથારના નામની જાહેરાત

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સોજિત્રા બેઠક પરથી ચૂંટણી લડતા હોય જેથી ચૂંટણી પ્રચાર માટે હાલ પૂરતા મુક્ત કરાયા છે. ત્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠનના સ્થાનિક નેતાઓ દ્વારા સવારે મહામંત્રી તરીકે ફરજ બજાવતા નિરવ અમીનને કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરીને હારતોરા કર્યા હતા.

જેની જાણ પ્રદેશકક્ષાએ કરાયા બાદ મામલો ગરમાયો હતો અને પ્રદેશ કક્ષાથી તાત્કાલિક કાર્યકારી પ્રમુખ તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી હતી. આમ, માંડ 10 કલાકમાં આણંદ જિલ્લા ભાજપમાં બે વખત પ્રમુખનો ચાર્જ સોંપાયો હતો. જેને લઇને ભાજપ સંગઠન અને કાર્યકરોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ભાજપમાં અંદરખાને ચાલતા ગૃહયુદ્ધના પરિણામે સ્થાનિક નેતાઓએ સવારે ઉતાવળ કરીને નિરવ અમીનને અધ્યક્ષ તરીકે જાહેર કર્યા હતા. જેની સામે પ્રદેશ કક્ષાએથી લાલ આંખ કરી તાત્કાલિક જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર સુથારની વરણી કરાતા સોપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...